કોરોનાવાઈરસ:ઉત્તર ગુજરાતમાં વધુ બે મોત,કડી અને મોડાસાના વૃદ્ધનું કોરોનાથી મોત

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતમાં શનિવારે કોરોનાથી વધુ બેનાં મોત નીપજ્યાં હતો.જેમાં મહેસાણા સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત કડીના 75 વર્ષના આદમભાઇ ઘાંચીનું શનિવારે સારવાર દરમિયાન મોત થતાં કડી શહેર હાઇરિસ્ક પર આવી ગયું છે. મોડાસાના ભાગોળ વિસ્તારના 59 વર્ષીય હનીફ ફકીરનુ હિંમતનગરની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. 

29 સેમ્પલો પૈકી 27નું પરિણામ નેગેટીવ આવ્યું
કડીમાં જૂની બરોડા બેંકની બાજુમાં રહેતા 75 વર્ષના આદમભાઇ ઘાંચીને ડાયાબિટીસ, પ્રેશરની સાથે બાયપાસ કરાવેલું હોઇ 17 મેના રોજ તબિયત બગડતાં શંકુઝ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને અહીં 10 દિવસની સારવાર બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મોત નીપજ્યું હતુ.જ્યારે અગાઉ લેવાયેલા 29 સેમ્પલો પૈકી 27નું પરિણામ નેગેટીવ આવ્યું હતું. જ્યારે અમદાવાદના અલ્પેશ બારડ અને વિજાપુરના વિકાસ અવિનાશ યાદવનો રિપીટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો વડનગર હોસ્પિટલમાંથી 3 દર્દીઓ મળી જિલ્લામાં 76 વ્યક્તિઓ અત્યાર સુધીમાં કોરોનાને પરાસ્ત કરી રજા લઇને ઘરે પહોંચ્યા છે. જ્યારે હાલમાં 19 કોરોના સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અરવલ્લી જિલ્લામાં શનિવારે મોડાસા ના ભાગોળ વિસ્તારમાં રહેતા હનીફભાઇ મુનીરભાઈ ફકીર 59 વર્ષીય (પુરુષ) દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...