ક્રાઈમ:વડનગર અને ખીલોડાથી બે સગીરાનું અપહરણ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગરમાં રહેતી સગીરાના અપહરણમાં ભાણાને મદદ કરનાર મામા સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે ખીલોડ ગામે મામાના ઘરે રહેતી કિશોરીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સામે ગુનો નોંધાયો હતો. વડનગરની કિશોરીને અમરથોળ વિસ્તારમાં રહેતો વિપુલ રામાજી ઠાકોર લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેમાં કિશોરીને ભગાડવામાં વિપુલના મામા ભરત મફાજી ઠાકોરે મદદગારી કરી હોવાનું પ્રકાશમા આવ્યું હતું.

આ અંગે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સતલાસણાના ખીલોડ ગામે મામાના ઘરે રહેતી કિશોરીને લગ્નની લાલચ આપીને ખેરાલુના ડાવોલ ગામનો ચેલાભાઈ હીરાભાઈ તેને ભગાડી ગયો હતો અને તેણીને ઈડર, દેશોતર મુકામે લઈ જઈને દુષ્કર્મ અાચર્યું હતુ. સતલાસણા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...