હુમલો:તારી પાસે પૈસા હોય તે આપી દે કહી બે શખ્સોએ બે ભાઈઓને છરી મારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં સોમનાથ રોડ ઘટના બની

મહેસાણાના સોમનાથ રોડ ઉપર દિનદયાળ ફ્લેટની બહાર અમરનાથ મહાદેવ મંદિર પાસે રેલવેના પાટા ઉપર બે શખ્સોએ સગાભાઈઓને તારી પાસે પૈસા હોય તે આપી દે કહીને છરી મારતાં ઘાયલ થયા હતા. એ ડીવીઝન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મહેસાણાના સોમનાથ રોડ ઉપર દિનદયાળ ફ્લેટમાં રહેતા કેયુર શ્રીમાળી અને તેનો ભાઈ પિયુષ સોમવારે મોડી રાત્રે 11-30 વાગ્યાના સુમારે અમરનાથ મહાદેવ મંદિર પાસેના રેલવેના પાટા ઉપર ઉભા હતા તે દરમિયાન કસ્બામાં રહેતો નિલેષ ઉર્ફે નિલીયો પરમાર અને ટીબી રોડ ઉપર રહેતો સંદિપ ઠાકોરે આવીને તારી પાસે પૈસા હોય તે આપી દે તેમ કહીને બંને શખ્સોએ બંને ભાઈઓને છરીના ઘા માર્યા હતા. તેથી બંને ભાઈઓ પ્રા‌ઈવેટ વાહન દ્વારા સિવિલમાં દાખલ થયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતાં એ ડીવીઝન પોલીસે કસ્બાના નિલેષ ઉર્ફે નિલીયો પ્રવિણભાઈ પરમાર અને ટીબી રોડ ઉપર ઋતુરાજ ફ્લેટની બાજુમાં રહેતા સંદિપ ઠાકોર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...