• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Two Men Of The Village Killed The Young Man On The Pretext Of Having An Immoral Relationship With His Wife, The Accused Had Been Planning The Murder For 1 Month.

મહેસાણામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો:પત્ની સાથે અનૈતિક સંબંધના વહેમમાં ગામના જ શખ્સે કરી યુવકની હત્યા, 1 મહિનાથી બનાવતા હતા હત્યાનો પ્લાન

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કર્યા બાદ બંને આરોપી હથિયારો સગેવગે કરી ઘરે પરત આવ્યા

મહેસાણા તાલુકાના લાઘણજ ગામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા ગામના જ બે શખ્સોની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ખેતરમાંથી લાશ મળી હતી
લાઘણજ ગામમાં રહેતો પરેશ કુમાર ચંદુલાલ પટેલ મહેસાણા ખાતે ગામના ચાર્ટડ એકાઉન્ટ મેહુલભાઈને ત્યાં ડ્રાઇવર કમ ઓફિસ બોયની નોકરી કરતો હતો. શનિવારે સાંજે પોતાની પત્નીને ગાડી લઇ વર્ધિમાં જાઉં છું એમ કહી સાંજે ઘરેથી નીકળ્યો હતો. જોકે, યુવક મોડી રાત્રે પણ પરત ન ફરતા બીજા દિવસે સવારથી પરિવાર શોધખોળ કરતા હતા. એ દરમિયાન લાઘણજ આખજ રોડ પર આવેલા રેલવે ફાટક નજીક ખેતરમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

બે શખ્સોની ધરપકડ
આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી હતી. જેમાં તપાસ અધિકારી એસ.બી.ઝાલા દ્વારા બનાવની ગંભીરતા જોતા બે ટીમો બનાવી તેમજ એલસીબી પી.આઇ વાળાની સૂચના મુજબ તેમની ટીમ પણ હત્યાનો ભેદ ઉકેલવા જોડાઇ હતી. ત્યારે ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સના આધારે મૃતક યુવકના ઘરની પાસે રહેતા પટેલ ચિરાગ બેચરભાઈ અને પટેલ શૈલષ ભીખાભાઇની સંડોવણી બહાર આવતા તેણે ઝડપી પૂછપરછ કરી હતી.

છેલ્લા એક માસથી આરોપી હત્યાનો પ્લાન ઘડી રહ્યા હતા
યુવકની હત્યા કેસમાં તપાસ અધિકારી એસ.બી.ઝાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આરોપી છેલ્લા એક માસથી હત્યાનો પ્લાન ઘડી રહ્યા હતા. ત્યારે મૃતક યુવકને શનિવારે રાત્રે આરોપી બહાર બોલાવી ગામના સીમાડામાં આવેલા ખેતરમાં લઇ જઇ લાકડીઓ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હત્યા કર્યા બાદ બંને આરોપી હથિયારો સગેવગે કરી ઘરે પરત આવ્યા
લાઘણજ ગામના મૃતક પટેલ પરેશની અડધી રાત્રે હત્યા કર્યા બાદ આરોપી પટેલ ચિરાગ અને પટેલ શૈલેષ હત્યામાં વપરાયેલા હથિયારો સગેવગે કરી પોતાના બાઈક પર ગામમાં આવી ઘરે જઈ સુઈ ગયા હતા જ્યારે બીજા દિવસે હત્યાની જાણ ગામ લોકોને વાયુવેગે પ્રસરતા આ બે આરોપી હત્યા કરેલ સ્થળે આવ્યા નહોતા જેથી આ કેસમાં પોલીસે હ્યુમન સોર્સ આધારે આ બે આરોપીને ગામમાંથી જ દબોચી લીધા હતા

પોલીસે તપાસ હાથ ધરી
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મૃતક યુવકને આરોપી પટેલ ચિરાગની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શકાના આધારે બંને ઈસમોએ ભેગા મળીને યુવકને લાકડીના ધોકા માથામાં મારી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે બને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...