વિજળી પડી:ઉંઝાના ઉપેરા ગામે રમકડા વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વિજળી પડી, બે લોકોના મોત, એક ઈજાગ્રસ્ત

મહેસાણાએક મહિનો પહેલા
આ લીમડા પર વીજળી પડતા બે ના મોત નીપજ્યા
  • લીમડાના ઝાડ નીચે ઉભેલા ત્રણ વ્યક્તિ પર વિજળી પડી
  • ગામમાં ફુલેશ્વરી માતાજીની ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાયો

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઉપેરા ગામમાં આજે શનિવારેના રોજ ફુલેશ્વરી માતાજીની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રમકડાં વેચવા આવેલા ત્રણ ફેરિયા ઉપર અચાનક વિજળી પડી હતી. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની તંત્રને જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

ધોધમાર વરસાદ બાદ અચાનક વિજળી પડી

ઉંઝા તાલુકામાં શનિવારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે તાલુકામાં આવેલા ઉપેરા ગામમાં આજે ભાદરવા સુદ તેરસના દિવસે ફુલેશ્વરી માતાજીની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં ગામ લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન સાંજે ચાર વાગ્યાના આસપાસ એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ વરસતા લોકોમાં દોડ ધામ મચી હતી. આ દરમિયાન કેટલાક લોકો વરસાદથી બચવા ઝાડ નીચે ગયા હતા, ત્યારે લીમડાના ઝાડ પર એકાએક વીજળી પડતા નીચે ઉભેલા ત્રણ વ્યક્તિ શિકાર બન્યા હતા. જેમાં બે ઈસમોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. રમકડા વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વિજળી પડી હતી.

ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

આ સમગ્ર ઘટનામાં સિદ્ધપુર અને પાટણના નોરતા ગામના બે વ્યક્તિના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. નોરતા ગામનો રહેવાસી અને ઉપેરા ગામનો 17 વર્ષીય સુનિલ કુમાર દીપ સિંહ ઠાકોર અને સિદ્ધપુરના જય અંબે ચોકમાં રહેતો 40 વર્ષીય જીતુભાઇ પ્રેમભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ ઘાયલ થયેલા રાહુલ સરતાંનજી જે ઊંઝાના ચતુરપૂરા નો રહેવાસી છે. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...