અકસ્માત મામલે ફરિયાદ:સતલાસણામાં સ્કોર્પિયો ગાડી કૂવામાં ખાબકતા બે લોકોના મોતનો મામલો, ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેદરકારીથી ગાડી ચલાવવા અંગે ફરિયાદ નોંધવામા આવી

મહેસાણા જિલ્લાના સતલાસણામાં ગત મોડીરાત્રે ભાણાવાસથી બાળકને દવાખાને લઇ જઇ રહ્યા હતા. એ દરમિયાન ગાડીમાં કુલ 6 લોકો સવાર હતા. જોકે બાઈક ચાલકને બચાવવા જતા ગાડી કૂવામાં ખાબકી હતી. જેમાં બે લોકોના મોત નિપજયા હતા, બાદમાં ગાડી ચાલક સામે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગત મોડીરાત્રે 8 કલાકે સતલાસણા પાસે એક સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહી હતી, ગાડીમાં કુલ 6 લોકો સવાર હતા, રોડ પર રાત્રી દરમિયાન એક બાઈક સવાર ને બચાવવા જતા ગાડી ના ડ્રાઈવર સ્ટિયરિંગ પર કાબુ ખોઈ બેસ્તા ગાડી સાઈડ માં આવેલ એક કુવા માં ખાબકી હતી. ગાડીમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાં એક બાળક ને ભાણાવાસથી દવાખાને લઇ જતા સમગ્ર ઘટના બની હતી. ગાડી માં સવાર 6 અને બાઈક પર સવાર 2 કુલ 8 લોકો ને ગંભીર ઇજા પહોચી હતી, ગાડીમાં સવાર એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

સમગ્ર મામલે સ્કોર્પિયો GJ10 AP 7420નો ચાલક પુરઝડપે અને ગાડી ગફલતભરી રીતે હંકારી સામેથી આવી રહેલ બાઈક ને કટ મારવા જતા ગાડી કૂવામાં ખાબકી હતી. જેમાં બેના મોત મામલે દરગુસિંહ ગજેસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ ડ્રાઇવર રણજિત સિંહ સોમસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. સતલાસણા પોલીસ મથકમાં હાલમાં કલમ 279,304(અ) , 337 ,તેમજ મોટર વ્હીકલ એકટ કલમ 177,184 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...