તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહેસાણામાંથી ગાંજા સાથે બે ઈસમ ઝડપાયા, રૂ,1,27,445 નો મુદ્દામાલ જપ્ત

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ રહેણાંક મકાનમાં ગાંજો વેચતા હતા

મહેસાણા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. જેમાં જિલ્લાના મુખ્યમથક તરીકે ગણાતા મહેસાણા શહેરમાં દારૂ અને ગાંજો વેચતા લોકો બેફામ બન્યા છે. જેમાં મુખ્ય શહેરમાંથી ગાંજો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે એક વિસ્તામાંથી રહેણાંક મકાનમાંથી બે ઈસમોને ગાંજો વેચતા ઝડપી લીધા હતા.

રહેણાંક મકાનની અંદર બે ઈસમોને રેડ મારી ઝડપી લીધા

મહેસાણા શહેરમાં આવેલા કસ્બા વિસ્તારના છીનદીવાડીમાં રહેતો પઠાણ તૌફિક ઉર્ફે મોઇડી અને પઠાણ સાજીદભાઈ આ બંને ઈસમો કસ્બાના છીનદી વાડામાં પોતાના રહેણાંક મકાનની અંદર ગાંજો વેચી રહ્યાં હતા. ત્યારે આ મામલે મહેસાણા એસ.ઓ.જીને આ મામલે માહિતી મળતા પોલીસે ટીમના સ્ટાફની સાથે કસ્બા ના છીનદી વાડામાં રેડ કરી હતી. ત્યારે એક રહેણાંક મકાનની અંદર બે ઈસમોને રેડ મારી ઝડપી લીધા હતા.

ગાંજો સાણંદના ચેખલા ગામના સિકંદર પાસેથી લીધો

ત્યારબાદ ઘરમાં તપાસ કરતા પોલીસે ગેરકાયદેસર 2.100 કી.ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂ.21000 તેમજ રૂ.1 લાખ 1 હજાર 124 તેમજ એક ઈલેક્ટ્રોનિક વજન કાંટો જેની કિંમત રૂ.200 મળી તેમજ અન્ય એક ઈસમ પઠાણ તૌફિક ઉર્ફે મોઇડી પાસેથી પોલીસે 1 ફોન તેની કિંમત રૂ.5000 મળી કુલ 1 લાખ 27 હજાર 445 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે બે ઈસમોને ઝડપી તેમની પૂછપરછ કરી હતી. તે દરમિયાન આ ગાંજો સાણંદના ચેખલા ગામના સિકંદર પાસેથી લીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ મહેસાણા એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...