કાર્યવાહી:કડીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાઈનીઝ દોરી તેમજ મેટાડોર મળી કુલ 9 લાખ 92 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પહેલા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો અનેક સ્થળેથી ઝડપાઈ રહ્યો છે. ત્યારે કડી પોલીસે મેટાડોરમાં 7 લાખથી વધુની કિંમતની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.

કડી સીટીમાં આવેલા 27ના મેદાનમાં દલવાડી જગદીશ નામનો વ્યક્તિ પોતાના મળતીયાઓ સાથે મળી મેટાડોરમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ભરી મેદાનમાં વેચતો હતો. જે અંગેની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે મેદાનમાં દરોડો પાડી મેટાડોર પાસે ચાઈનીઝ દોરીનો જથ્થો ખાલી કરી રહેલા દલવાડી ભરત અને પટેલ દિલીપને ઝડપી લીધા હતા.

ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી 44 બોક્સ મળી આવ્યાં હતા. જેમાં કુલ 2640 રિલ મળી આવ્યા હતા. જેની કિંમત 7 લાખ 92 હજાર તેમજ મેટાડોરની કિંમત 2 લાખ મળી પોલીસે કુલ 9 લાખ 92 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...