હવામાન વિભાગની આગાહી:ભાભર-રાધનપુરમાં પોણા બે ઇંચ વરસ્યો, આજે હળવા વરસાદની શક્યતા

મહેસાણા, પાલનપુર, પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વડનગરમાં 4, ઊંઝામાં 2 મીમી, મહેસાણામાં ઝાપટું પડ્યું

અષાઢી બીજે મેઘરાજાએ ઉ.ગુજરાત ઉપર હેત વરસાવ્યું હતું. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભર અને પાટણના રાધનપુરમાં પોણા બે ઇંચ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં વડનગરમાં 4 મીમી, ઊંઝામાં 2 મીમી અને મહેસાણામાં ઝાપટું પડ્યું હતું. ચાણસ્મામાં પોણો ઇંચ, પાટણમાં અડધો ઇંચ, પોશીનામાં 9 મીમી, શંખેશ્વર, હારિજ અને સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.

27 જૂને જિલ્લામાં ચોમાસુ બેઠા બાદ પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. જેને લઇ સતત 5 દિવસ સુધી જિલ્લામાં વરસાદ પડ્યો ન હતો. જોકે, શુક્રવારે વડનગરમાં 4 મીમી અને ઊંઝામાં 2 મીમી વરસ્યો હતો. મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં સાંજે 6 વાગે હળવું ઝાપટું પડ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારથી જિલ્લામાં સંપૂર્ણ રીતે નૈઋત્યના પવન ફૂંકાવાનું શરૂ થશે. જેના કારણે ધીમે ધીમે વરસાદનું જોર વધશે. શનિવારે જિલ્લામાં સરેરાશ 5 મીમી જેટલો વરસાદ વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...