તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:બે સરકારી નોકરિયાત પુત્રોએ વિધવા માતાને તરછોડ્યાં મહેસાણા પોલીસ સહાયતા કેન્દ્રે ભરણપોષણ શરૂ કરાવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચતનાં નાણાં અને દાગીના પણ પુત્રવધૂઓએ પડાવી લેતાં વિધવા માતાની મદદે આવી પોલીસ

મહેસાણા જિલ્લાના એક ગામનાં વિધવા મહિલાના સરકારી કર્મચારી એવા બે પુત્રોએ દાગીના તેમજ નાણાં પડાવી લઈ તરછોડી દીધાં હતાં. પોલીસ સહાયતા કેન્દ્રના પ્રયાસથી તરછોડાયેલી વિધવા માતાનું બંને પુત્રોએ ભરણપોષણ આપવાનું શરૂ કરતાં માતાનો જીવવાનો આધાર બન્યું છે. પોલીસ સહાયતા કેન્દ્રનો સમજાવટનો પ્રયાસ સફળ રહ્યો હતો. મહેસાણા જિલ્લાના એક ગામના 63 વર્ષિય મહિલાને બે પુત્ર અને એક પુત્રી છે. બંને પુત્રો સરકારી નોકરી કરતા હોવા છતાં માતાને ખેતમજૂરી કરવાનો વારો આવ્યો હતો.

બંને પુત્રોની વહુઓ વિધવા માતાને અપશબ્દો બોલી મહેણાં ટોણાં મારતાં હોવાથી તેઓ કંટાળી ગયાં હતાં. વિધવા મહિલા પાસેનાં બચતનાં નાણાં તેમજ દાગીના પણ પુત્રવધૂઓએ પડાવી લીધા હતા. તેથી વિધવા મહિલાએ મહેસાણા પોલીસ સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. પોલીસ સહાયતા કેન્દ્રનાં યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે પુત્રો, પુત્રવધૂઓ, વિધવાના પિયર પક્ષનાં માણસો, ગામના સરપંચને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું.

તેથી પુત્રો અને પુત્રવધૂઓએ સમાધાન કરી વિધવા માતાને દર માસે ભરણપોષણની રકમ નક્કી કરીને આપવાનો નિર્ણય કરાયો હતો. સમાધાન થયા બાદ પોલીસ સહાયતા કેન્દ્રએ ફોલોઅપ લેતાં બંને પુત્રો નિયમિત રીતે ભરણ પોષણ આપતાં હોવાનું અને હવે સુખેથી રહેતા હોવાનો અરજદાર વિધવા મહિલાએ કહેતાં પોલીસ સહાયતા કેન્દ્રનો પ્રયાસ સફળ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...