તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ગેસ્ટહાઉસમાં ક્રિકેટસટ્ટો રમતાં માલિક સહિત બે સટોડિયા ઝબ્બે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના ખ્યાતી ગેસ્ટહાઉસમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમાતો હતો

રેલવે સ્ટેશનની સામે આવેલ ખ્યાતી ગેસ્ટહાઉસમાં બેસીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વન ડે મેચ પર ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે શહેર એ પોલીસે અહી રેડ કરી 2 મોબાઇલ,ટીવી અને રોકડ સાથે 2 સટોડિયાઓની ધરપકડ કરી હતી.આ અંગે શહેર એ ડિવિજન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ખ્યાતી ગેસ્ટહાઉસનો માલિક કાંતિલાલ મણીલાલ પટેલ બહારથી માણસો બોલાવીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતો વન ડે મેચ ઉપર ટીવી ચેનલનુ લાઇવ પ્રસારણ જોઇ મોબાઇલ ફોન પર ક્રિકેટ સટ્ટા બેટીંગના ડ્રીમ એક્ષમ 3 એપ્લીકેશનના ઉપ્યોગથી ક્રિકેટ સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે એ ડિવિજન પોલીસે રેડ કરી ટીવીમાં જોઇને આંકડા લખી રહેલા કાન્તીલાલ પટેલ અને વિક્રમ પ્રભાતભાઇની પોલીસે ધરપકડ કરી હતી.બન્ને સટોડિયાઓ પાસેથી પોલીસે રોકડ રૂ 1650,મોબાઇલ 2 અને ટીવી મળી કુલ રૂ 17250ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો