તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકસ્મિક રેઇડ:ઊંઝાના કહોડામાં રોયલ્ટી વગર માટી ચોરી, બે ડમ્પરમાલિકોને દંડની નોટિસ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ્ટી ફ્રીની મુદત પછી પણ તળાવમાંથી માટી ઉલેચી
  • ખાણ-ખનિજ વિભાગે 45 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો

મહેસાણા જિલ્લામાં માટી ચોરીની બાતમી મળતાં મદદનીwશ ભૂસ્તરશાસ્રી મિત પરમાર દ્વારા ઊંઝાના કહોડા ગામે આકસ્મિક રેઇડ કરતાં બિનઅધિકૃત રીતે 2 ડમ્પર સુજલામ સુફલામ યોજનાની આડમાં માટી ચોરી કરતા ઝડપાયા હતા.

કહોડા ચોકડી પાસે રોયલ્ટી વગર સરકારી યોજનાની આડમાં મોટુ માટી પુરાણ તથા 2 ડમ્પર અધિકૃત રોયલ્ટી પાસ કે ડીલીવરી ચલણ વગર માટી વહન કરતાં પકડાતાં કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.મદદનિશ ભૂસ્તર અધિકારી મીત પરમારે કહ્યું કે, કહોડા ખાતે સુજલામ સુફલામમાં કામ પૂર્ણ થયું હતું. આમ છતાં ખોદકામ કરી માટીના ફેરા લઇ પ્લોટમાં નખાતા હતા. બિનઅધિકૃત માટી પુરાણમાં બે ડમ્પર મળી આવ્યા હતા.

જ્યારે ચોકડી પ્લોટમાં માટી પુરાણના સ્થળ થી તળાવે પહોચતાં શખ્સો નહોતા. બે ડમ્પર સ્થળ પરથી સિઝ કરીને ઊંઝા પોલીસ સ્ટેશને મૂકાયા છે. જેમાં બિનઅધિકૃત માટી પુરાણમાં મનહરભાઇ ચૌધરી અને બે ડમ્પર ભગવાનભાઇ ચેલજીભાઇ ચૌધરીની માલિકીના હોવાનું જણાઇ આવતાં બંને પાસેથી દંડ વસુલવા નોટિસ ઇસ્યુ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...