ફરિયાદ:વડનગરમાં બે દિવસ પૂર્વે અકસ્માત સર્જનારા બેફામ ટ્રેલર ચાલક સામે પોલીસ ફરિયાદ, 5 વાહનોને અડફેટે લીધા હતા

મહેસાણા15 દિવસ પહેલા
અકસ્માત દરમિયાન રોડ ની સાઈડમાં ઉભેલા લારીઓ ને નુકશાન પહોંચ્યું
  • અકસ્માતમાં ટ્રેલર ચાલકે 4 લારી અને 2 કેબીન પણ અડફેટે લીધા
  • કુલ 7 લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકામાં બે દિવસ પૂર્વે વડનગર-ઇડર રોડ પર આવેલા વલાસણા ગામ પાસેની ચોકડી પાસે એક બેફામ ટ્રેલરના ચાલકે સોમવારે સાંજે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા 3થી વધુ બાઈક, 2 કાર, 4 લારી તેમજ 2 કેબીનને હડફેટે લીધા હતા. જ્યારે ટ્રેલર રોડની સાઈડમાં આવેલી હોટલમાં ઘુસી ગયુ હતું. હાલમાં ટ્રેલર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

વડનગર-ઇડર હાઇવે પર વેગેનાર ગાડીના ચાલક શૈલેષકુમાર પટેલ પોતાની ગાડીમાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન એક ટ્રેલર ચાલકે એકાએક પૂરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી વેગેનાર ગાડીને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી ગાડીને પણ ટક્કર માર્યા બાદ ટ્રેલરે બાઈક, કૃષ્ણા પાંઉભાજીના ઢાબાને ઘસેડ્યા બાદ ત્યાં ઉભેલા ચાર વ્યક્તિઓ તેમજ નજીકના માણસોને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી.

અકસ્માતમાં વેગેનાર ગાડીમાં સવાર 3 સહિત કુલ 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. જો કે હાલમાં વડનગર પોલીસ મથકે ટ્રેલરના ડ્રાઇવર સામે કલમ એમ.વી.એકટ 177, 184 મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...