કૂવામાં પડેલી ગાયોનું રેસ્ક્યૂ:મહેસાણાના બોરીયાવી ગામમાં 15 ફુટ ઊંડા કૂવામાં બે ગાયો ખાબકી, પાલિકાની ટીમોએ રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

મહેસાણા22 દિવસ પહેલા

મહેસાણા શહેર પાસે આપેલ બોરીયાવી ગામે અવાવરું જગ્યામાં દોડી જતી બે ગાયો અચાનક સીમ વિસ્તારના ખુલ્લા કૂવામાં ખાબકી હતી. જેને લઇ સ્થાનિકોએ જાણ કરતા પાલિકા ફાયરની ટીમો દોડી આવી બંને ગાયોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સલામત રીતે મુક્ત કરી હતી. મહેસાણા તાલુકાના બોરીયાવી ગામે આવેલ નવી વસાહત પાસેના બસ સ્ટોપ ની પાછળ અવાવરું જગ્યા પર એક ખુલ્લો 15 ફૂટ ઊંડો કુવો હોય ભડકીને દોડેલી બે ગયો ત્યાંથી પસાર થતાં એક કૂવામાં ખાબકી હતી. જેની જાણ સ્થાનિક ભાવિનભાઈ મકવાણાને થતા તેઓએ તુરંત જ મહેસાણા નગરપાલિકાની ફાયર બ્રિગેડને તેમને જાણ કરતા ફાયર ટીમના જવાનો ગામમાં આવી મશીનરી નો ઉપયોગ કરી અને દોરી રસ્સા વડે બંને ગાયનું ઓપરેશન કરી કુવામાંથી સલામત રીતે બહાર કાઢી મુક્ત કરી હતી. બોરીયાવી ગામે આવેલા આ કુવામાં અન્ય કોઈ જોખમી ઘટના ન સર્જાય તે માટે કુવા પર સલામતી માટે ગ્રીલ સહિતની વ્યવસ્થા કરવી જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...