પોલીસ સામે પોલીસ તપાસ:મહેસાણામાં દારૂ ભરેલી ટ્રક માંથી બે પેટી પડાવી લેવાનો મામલો, તપાસ દરમિયાન GRD જવાનના ઘરેથી દારૂની પેટી મળી આવી

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ દરમિયાન GRD જવાન ના ઘરે વિદેશી દારૂ ની 48 બોટલો મળી

મહેસાણામાં ફતેપુરા સર્કલ પાસે દારૂ ભરેલી એક ટ્રકને પસાર થવા દેવા મામલે ચેકીંગ દરમિયાન હાજર રહેલા પોલીસકર્મીઓએ બે દારૂ ની પેટીઓ પડાવી લેવાનો સમગ્ર મામલો મહેસાણા જિલ્લામાં "ટોપ ઓફ ધ ટાઉન" બન્યો છે. જોકે આ કેસ માં દારૂ ભરેલા ટ્રકના ડ્રાઇવરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં મહેસાણાના પાંચ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે પોલીસ તપાસ દરમિયાન જે બે પેટી દારૂ ની પડાવી લીધી હતી એમાંથી એક પેટી GRD જવાન ના ઘરે થી મળી આવી.

શું હતો સમગ્ર મામલો?

બે દિવસ અગાઉ નંદાસણ પાસે ચંદરડા પાટિયા પાસે મહેસાણા પેરોલ ફર્લો ટીમે એક દારૂ ભરેલી મીની ટ્રક ઝડપી પાડી હતી. જોકે બીજા દિવસે આ કેસ મામલે એક અલગ જ હકીકત પ્રકાશમાં આવી છે. જેમાં દારૂ ભરેલી આ ટ્રક મહેસાણા ફતેપુરા સર્કલ પાસેથી પસાર થઈ હતી. એ દરમિયાન એક કોન્સ્ટેબલ, બે રિટાયર્ડ TRB જવાન ,બે રીટાયર્ડ GRDએ આ ટ્રક ઝડપી હતી અને ટ્રક ને જવા દેવા માટે બુટલેગરનું અપહરણ કરી ને પૈસા પડાવવા મારમારી ટ્રક માંથી દારૂ ની બે પેટી પડાવી ટ્રક જવા દીધી હતી. જોકે બાદમાં ટ્રક નંદાસણ પાસે પેરોલ ફ્લો ટીમે ઝડપી હતી બાદમાં ઝડપાયેલા આરોપીએ મહેસાણા માં સસ્પેન્ડ પોલીસ કર્મીઓ ની ટોળકી સામે લૂંટ અંગે ફરિયાદ દાખલ કરાવતા ખરભળાટ મચી ગયો છે.

દારૂ માં ઝડપાયેલી મીની ટ્રક
દારૂ માં ઝડપાયેલી મીની ટ્રક

દારૂ ભરેલા ટ્રક માંથી પડાવી લીધેલી પેટઓ GRD જવાન ના ઘરે મળી આવી

સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથક માં મહેસાણા ના પાંચ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો જેમા દારૂ ભરેલા ટ્રક માંથી પેટીઓ પડાવી લેનારા આરોપી રાવળ પ્રવીણ માં ભોંયરા વાસ માં આવેલા ઘર માં પોલીસે તપાસ કરી હતી ત્યારે ઘરમાંથી વિદેશી દારૂ ની 48 બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે જોકે પોલોસે GRD જવાન પ્રવીણ ને ઝડપી તેની પૂછપરછ કરવામા આવી હતી.

તપાસ દરમિયાન ટ્રક માંથી પેટી ની કટકી કરનારા GRD જવાન પ્રવીણ ને પોલીસે પૂછપરછ કરી હતી એ દરમિયાન પ્રવીણ એ કબૂલાત કરી હતી કે 2 ઓક્ટોબર ના રાત્રે 11 કલાકે સીટી ટ્રાફિક ની ગાડી માં GRD આકાશ ,TRB સતીષ કુમાર હરગોવન ભાઈ,પો.કો સંજય ચૌધરી,ચેકીંગ દરમિયાન હતા ત્યારે આ પાંચ પોલીસ કર્મીઓ એ દારૂ ભરેલી ટ્રક જવા દેવા માટે બે પેટીઓ પડાવી લીધી હતી. જોકે એક પેટી પ્રવીણ રાવળ અને બીજી પેટી આકાશ વાઘેલા તેના ઘરે લઈ ગયો હોવાનું કબૂલાત કરી હતી.

ફતેપુરા સર્કલ ની ફાઇલ તસ્વીર
ફતેપુરા સર્કલ ની ફાઇલ તસ્વીર

હાલ માં બે દારૂ ની પેટીઓ રિકવર કરાઈ-Dysp

સમગ્ર કેસ ની તપાસ હાલ માં મહેસાણા dysp દેસાઈ ચલાવી રહ્યા છે જોકે તેઓ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે હાલ માં ટ્રક માંથી લેવામાં આવેલી બે પેટીઓ પોલીસે કબ્જે કરી લીધી છે અને તપાસ ચાલુ છે જોકે પોલીસ કર્મીઓ એ અન્ય કોઈ રકમ લીધી નથી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...