જીવલેણ સ્વાઈન ફ્લૂ રોગે મહેસાણા જિલ્લામાં પગ પેસારો કરતા આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે એક જ અઠવાડિયામાં નોંધાયેલા સ્વાઈન ફ્લૂના બે કેસ પૈકી વિસનગરના પુરુષ દર્દીને બે દિવસ પૂર્વે રજા આપવામાં આવી હતી. જ્યારે શુક્રવારના રોજ કડી શહેરમાં બીજો કેશ નોંધાયો છે.
વિસનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 47 વર્ષીય પુરુષ દર્દીને સાજા થતાં રજા આપવામાં આવી છે. શુક્રવારના રોજ કડી શહેરમાં બીજો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્યતંત્રના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયામાં ખાનગી હોસ્પિટલમાં 5 કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાના સરકારી હોસ્પિટલમાં 2 અને ખાનગીમાં 3 મળી કુલ 5 કેસ નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે.
2 ઓગસ્ટના રોજ સંચારી રોગો અંગે બેઠક મળશે
જિલ્લામાં સ્વાઈન ફ્લૂ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના જીવલેણ તેમજ પાણીજન્ય અને પ્રાણી જન્ય તેમજ મચ્છરજન્ય સહિતના સંચારી રોગોને ડામવા માટે આગામી 2 ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ અધ્યક્ષ સ્થાને આરોગ્ય તંત્ર એક બેઠક કરવા જઈ રહ્યું છે લોકોમાં આ રોગો અંગે જાગૃતતા લાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે
કલેકટરે તમામ ચીફ ઓફિસર અને ટીડીઓને પત્ર લખ્યો
ચોમાસામાં ફેલાતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને અટકાવવા માટેની કામગીરી અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના તમામ ચીફ ઓફિસરને તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખીને આ રોગો ની અટકાયતી કામગીરીના ભાગરૂપે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર ઉપર દવાઓનો પૂરતો જથ્થો રાખવો હોસ્પિટલ કક્ષાએ એમ્બ્યુલન્સ ચાલુ કન્ડિશનમાં રાખવી આ સમયગાળા દરમિયાન જે સગર્ભાઓની ડીલેવરી થવાની હોય તેની યાદી બનાવીને હોસ્પિટલમાં જ તેમની ડીલેવરી કરાવવી ડિઝાસ્ટર કંટ્રોલરૂમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના કંટ્રોલરૂમ ખાતે સતત સંપર્કમાં રહેવું ની સૂચનાઓ આપીને તાકીદ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.