તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટ:બે બાઇકસવારોને ગાડીની ટક્કર મારી તલવારની અણિએ રૂ.11,500ની લૂંટ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીના બલાસર રેલવે નાળાની વચ્ચે મધરાતે બનેલી ઘટના
  • ગાડીમાં સવાર 4 શખ્સો રૂ.3500 રોકડ અને મોબાઇલ લૂંટી લીધો

સુજાતપુરાની વીરમાયા સોસાયટીમાં રહેતો પાર્થ નારણભાઇ પરીખ (વણકર) જય ભારત મારૂતિ કંપનીમાં રાત્રે 12 વાગ્યે નોકરી પૂરી કરી મિત્ર લવકુશ સાથે બાઇક લઇ ઘરે જવા નીકળ્યા હતા. બંને રાત્રે 12.45 વાગે બલાસર કેનાલના ઢાળ ઉતરતાં અને રેલવે ગરનાળાની વચ્ચે ટવેરા ગાડીએ ટક્કર મારતાં બાઇક ઉપરથી રોડ પર પટકાતાં ઇજા થઇ હતી.

દરમિયાન, ટવેરા ગાડી થોડે દૂર જઇ ટર્ન મારી પરત આવી હતી અને તેમાંથી ઉતરેલા ત્રણ શખ્સોએ તમે રબારી છો તેવું પૂછી એક શખ્સે પાર્થના ગળાના ભાગે તલવાર મૂકી ખિસ્સામાંથી રૂ.3500 રોકડ ભરેલુ પાકીટ અને રૂ. 8000નો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. લવકુશને લાફો મારી ત્રણેય શખ્સો ગાડી લઇ દેત્રોજ તરફ ભાગી ગયા હતા.

દરમિયાન, સેન્ટ્રો ગાડી અને કંપનીની સ્ટાફ બસ આવતાં બંનેને સારવાર અર્થે કડી ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પાર્થ નારણભાઇ પરીખે રોકડ અને મોબાઇલ મળી રૂ.11,500ની લૂંટ અંગે કડી પોલીસમાં ગાડીના ચાલક સહિત 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...