ચાલકોમાં આક્રોશ:મહેસાણામાં પોણા બેં ઇંચ વરસાદ ખાબકતાં બે કલાક રસ્તા પાણીમાં જામ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઠેરઠેર રસ્તાઓમાં પાણી ભરાઇ રહેતાં બે કલાકથી વધુ સમય રસ્તાઓ પાણી ભરાવાના કારણે વાહનોના ટ્રાફિક જામમાં રહેતા ચાલકોમાં આક્રોશ
  • ગાયત્રી મંદિર રોડ, ભમ્મરીયાનાળા, ગોપીનાળા, મામલતદાર કચેરી રોડ,ભોયરાવાસ,બી.કે રોડ, રાધનપુર રોડ બાહુબલી સોસાયટી રોડ, વિકાસનગર પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં

મહેસાણા શહેરમાં સતત બીજાદિવસ મેઘમહેરમાં બે કલાકમાં પોણા બે ઇંચ(41 મી.મી) વરસાદ ખાબકતાં હજુ પાણી માંડ ઓસર્યા હતા ત્યાં ફરી ઠેરઠેર રસ્તાઓમાં પાણી ભરાઇ રહેતાં બે કલાકથી વધુ સમય રસ્તાઓ પાણી ભરાવાના કારણે વાહનોના ટ્રાફિક જામમાં રહ્યા હતા.બીજી તરફ રાબેતા મુજબ વરસાદ શરૂ થતા જ ગોપીનાળાના એક ભાગ પાણી ભરાઇ રહેતાં બંધ થયો હતો અને વાહનચાલકો ને વનવે ટ્રાફિકમાંથી પસાર થવુ પડ્યુ હતું.

વરસાદ દરમ્યાન વિસનગરના સવાલા રોડ ઉપર ઊંટ મૃત હાલતમાં પડ્યા અંગેનો પિયુષભાઇ પટેલનો કોલ જિલ્લા ડિઝાસ્ટરમાં રણકતાં પશુપાલન અધિકારીનો સંપર્ક કરવા તજવીજ કરાઇ હતી.મહેસાણા શુક્રવારે સાંજે 4 વાગ્યે પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતાં વાહનચાલકો માટે સામેનો છેડો દેખાવો મુશ્કેલ બન્યો હતો.

વાહનો લો વિઝનના કારણે રસ્તા સાઇડમાં થંભી ગયા હતા.સાંજે 4 થી 6 દરમ્યાન ગાયત્રી મંદિર રોડ, ભમ્મરીયાનાળા, ગોપીનાળા, મામલતદાર કચેરી રોડ,ભોયરાવાસ,બી.કે રોડ, રાધનપુર રોડ બાહુબલી સોસાયટી રોડ, વિકાસનગર પાટીયા નાગલપુર, અરવિંદભાઇ રોડ, મોઢેરા રોડ,હીરાનગર ચોક સહિતના રસ્તાઓમાં પાણી ભરાયા હતા.જે પૈકી ઘણા રોડ સાઇડમાં લેવલના અભાવે રાત્રે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...