તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવૈયુ:વરસાદના બે રાઉન્ડ છતાં મહેસાણામાં અઢી ઇંચ ઘટ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં સરેરાશ 179 મીમી વરસાદની જરૂરિયાત સામે 123 મીમી વરસાદ થયો, 2 ટકા ઘટ

વરસાદી સિસ્ટમ નબળી પડતાં મંગળવારે વરસાદ જાણે સમેટાયો હોય તેમ ઉત્તર ગુજરાત ના 47 પૈકી 12 તાલુકામાં ટુકડે-ટુકડે 1 મીમીથી અડધો ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ, વરસાદના 2 રાઉન્ડ પૂરા થવા છતાં ઉત્તર ગુજરાતમાં હજુ સરેરાશ સવા બે ઇંચ વરસાદની ઘટ છે.

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 12 તાલુકામાં 1 મીમીથી અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં સાૈથી વધુ અડધો ઇંચ વરસાદ તલોદ અને માલપુર પંથકમાં નોંધાયો હતો. વરસાદ આપતી સિસ્ટમ નબળી પડતાં મંગળવારે વરસાદ સમેટાયો હતો. આ સાથે વરસાદનો બીજો રાઉન્ડ પૂરો થવાના આરે આવ્યો છે. આ સ્થિતિમાં 5 જિલ્લામાં જરૂરિયાત સામે વરસેલા વરસાદની સ્થિતિ જોઇએ તો, પાટણ જિલ્લાને વરસાદનો બીજો રાઉન્ડ ફળ્યો હોય તેમ અનુમાન કરતાં 1 ઇંચ વધુ વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ 4 જિલ્લામાં વરસાદની ઘટ જોઇએ તો, અરવલ્લી જિલ્લામાં સાૈથી વધુ સરેરાશ 5 ઇંચ, સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ સાડા ત્રણ ઇંચ, મહેસાણા જિલ્લામાં સરેરાશ અઢી ઇંચ અને બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ સવા ઇંચ વરસાદની ઘટ વર્તાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતને વરસાદ આપતી સિસ્ટમ નબળી પડી છે. બુધવારે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, આ વરસાદ સાર્વત્રિક નહીં રહે.

ઉ.ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વધ્યો
ઉ. ગુ.માં વરસાદ વિરામની સ્થિતિમાં આવતાં મુખ્ય 5 શહેરોમાં દિવસ અને રાતનું તાપમાન 1.5 થી 3.5 ડિગ્રી સુધી ઉંચકાયું હતું. ગરમીનો પારો દોઢ ડિગ્રી વધતાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ, જ્યારે વહેલી સવારનું તાપમાન 3.5 ડિગ્રી વધતાં લઘુત્તમ તાપમાન 28.5 થી 29 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. તાપમાન વધતાં ગરમી અને ઉકળાટનો કહેર વધ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

  • મહેસાણા : વિજાપુરમાં 5 મીમી અને કડીમાં 1 મીમી
  • બ.કાંઠા : સુઇગામમાં 9 મીમી, પાલનપુરમાં 6 મીમી, વડગામમાં 5 મીમી
  • સા.કાંઠા : તલોદમાં 14 મીમી, હિંમતનગરમાં 7 મીમી, પ્રાંતિજમાં 1 મીમી
  • અરવલ્લી : માલપુર 6 મીમી, ધનસુરા 8, બાયડ અને ભિલોડામાં 1-1 મીમી

ઉત્તર ગુજરાતમાં સરેરાશ 31.28% વરસાદની ઘટ

જિલ્લોજરૂરવરસ્યોટકાવારી
મહેસાણા186126-32.25%
પાટણ1351580.1703
બ.કાંઠા149117-21.47%
સા.કાંઠા214127-40.65%
અરવલ્લી21289-41.98%
સરેરાશ179123-31.28%
અન્ય સમાચારો પણ છે...