તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડીસાના ગવાડીથી નંદાસણ કતલખાને લઇ જવાતાં 12 પશુઓને બચાવાયાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના ફતેપુરા સર્કલથી બનાસકાંઠા ગૌરક્ષા દળના સભ્યોએ છોડાવ્યા
  • 12 પશુ, ગાડી સહિત રૂ.9.32 લાખનો મુદ્દામાલ જપ્ત, ડીસાના 3 શખ્સો સામે ગુનો

બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા દળના 3 સભ્યોએ ગુરૂવાર બપોરે મહેસાણા શહેરના ફતેપુરા સર્કલ પાસેથી પસાર થતી ટ્રકને રોકી ડીસાના ગવાડીથી નંદાસણ કતલખાને લઇ જવાતાં 12 પાડાંને બચાવી લીધા હતા. ગુજરાત ગૌરક્ષા દળના સભ્ય અને દાંતીવાડામાં રહેતા હીમાલય રમેશભાઇ માલોસણીયા, મનિષ નારણભાઇ ભાટ અને જીગર નટવરભાઇ કાનાણી મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા,

ત્યારે ઊંઝા તરફથી અાવતી અાઇસર ગાડી (જીજે 08 વાય 7208) પર શંકા જતાં રોકી ચાલક અાબીદઅલી અમઝદઅલી સૈયદ (રહે. ગવાડી, તા.ડીસા) અને હૈદરઅલી જમીલભાઇ શેખ (રહે.ભોપાનગર, ડીસા)ને ગાડીમાં શું છે તેની પૂછપરછ કરી હતી. જેમાં બંને શખ્સોએ ગાડીમાં 12 પાડા હોવાની અને ડીસા ગવાડીથી નંદાસણ કતલખાને લઇ જતા હોવાનું જણાવ્યું હતું.

ગવાડીના સહિદહુસેન મુસ્તફા શેખે પશુ ભરાવી અાપ્યાની કબુલાત કરી હતી. ગૌરક્ષા દળના સભ્યોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી અાવી ગાડીમાં બાંધેલા 12 પશુને મુક્ત કરાવી મહેસાણા પાંજરાપોળ મોકલ્યા હતા. તાલુકા પોલીસે રૂ.9.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...