તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં નાણાં લઈને ટિકિટોની ફાળવણી કરાઇમાં હોવાની ફરિયાદોને પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રવિવારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારને પદ પરથી હટાવી તેમની જગ્યાએ કાર્યકારી પ્રમુખ તરીકે માનસિંહ ઠાકોરની નિમણૂંક કરી દીધી હતી. તો જિલ્લા પંચાયતમાં વિસનગર તાલુકાની કાંસા એનએ બેઠકની ટિકિટ માટે પૈસાની માંગણી કરાઇ હોવાની અને તેમાં જિલ્લા સેવાદળના પ્રમુખ જશવંતભાઇ પ્રજાપતિ (કુક્સ)નું નામ ઉછળતાં તેમને પક્ષમાંથી જ સસ્પેન્ડ કરી દેવાયા છે. તો મેન્ડેટની વહેંચણીમાં પ્રદેશ મહામંત્રી કિર્તિસિંહ ઝાલાને નોટિસ આપી ખુલાસો પૂછાયો છે.
પ્રદેશ પ્રમુખે ચૂંટણી ટાણે જ કરેલી મોટી કાર્યવાહીથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ટિકિટ અને મેન્ડેટને લઇ ઊભા થયેલા અસંતોષને પગલે અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ ધડાધડ રાજીનામા આપવાનું શરૂ કરતાં પક્ષમાં વધુ ગાબડાં ન પડે તે માટે પ્રદેશ કક્ષાએથી જ ડેમેજ કંટ્રોલ કરવા આકરાં પગલાં લેવાયા હોવાનું પક્ષના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારને તાત્કાલિક પદ પરથી દૂર કરી તેમના સ્થાને કાર્યકારી પ્રમુખ તરીકે માનસિંહ ઠાકોરની નિમણૂ઼ંક કરાઇ છે.
જ્યારે ચૂંટણીઓમાં મહેસાણા જિલ્લામાં જશવંતભાઇ પ્રજાપતિ સામે ગંભીર ફરિયાદોને ધ્યાને રાખી શિસ્તભંગ બદલ તમામ હોદ્દા ઉપરથી દૂર કરી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું મુખ્ય પ્રવક્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું. ગંભીર પ્રકારની રજૂઆતો મળતાં અંતે પ્રદેશ પ્રમુખે પગલાં લીધાં છે.
મેન્ડેટમાં અવ્યવસ્થા મામલે પ્રદેશ મહામંત્રી કિર્તિસિંહ ઝાલાનો ખુલાસો માગ્યો
મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોને મેન્ડેટ પહોંચાડવામાં અવ્યવસ્થા મામલે પ્રદેશ મહામંત્રી અને પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તિસિંહ ઝાલા દ્વારા ગંભીર અનિયમિતિતા દાખવવામાં આવી હોવાની ફરિયાદોના પગલે તેમને શિસ્તભંગની કાર્યવાહી કેમ ન કરવી એ બાબતે તાત્કાલિક લેખિત ખુલાસો કરશો અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ પ્રદેશ કોંગ્રેસ આગેવાન વિજય દવેની સહીથી અપાઇ છે.
જિલ્લા-તાલુકા યુથ કોંગ્રેસનાં 17, મહેસાણા શહેર ઉપપ્રમુખનું રાજીનામું
જિલ્લા કોંગ્રેસની મુખ્ય બોડીમાં કેટલાક આગેવાનોના ભ્રષ્ટાચાર, સગાવાદ, જ્ઞાતિવાદ અને પક્ષના વ્હીપનો ઉલ્લંઘન કરવાવાળા હોવાના આક્ષેપો સાથે યુવક કોંગ્રેસના હોદ્દેદાર રહેવા યોગ્ય ન લાગતાં પ્રદેશ યુવક કોંગ્રેસના સહમંત્રી દિગ્વિજયસિંહ ગોહીલ, જિલ્લા યુથ ઉપપ્રમુખ સચિન પટેલ સહિત જિલ્લા, તાલુકાઓના યુથ પાંખના 17 હોદ્દેદારોએ સામુહિક પ્રદેશ યુવક પ્રમુખને રાજીનામાંનો પત્ર મોકલ્યો હતો. મહેસાણા પાલિકામાં 5 વર્ષમાં ડખે ચડાવી નગરસેવકોને ઇરાદા પૂર્વક વિભાજીત કરાયેલા અને શહેર પ્રમુખ સામે નારાજગી દર્શાવતા આક્ષેપો સાથે શહેર ઉપપ્રમુખ પદેથી મનીષ રાજગોરે પ્રમુખને રાજીનામું આપ્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.