વિધાનસભા સંગ્રામ 2022:"ભરોસાની ભાજપ સરકાર'ને માત્ર 6 ધારાસભ્યો પર જ ભરોસો 4 પૂર્વ ધારાસભ્યો, 8ને લોટરી, કોંગ્રેસમાંથી આવેલા 3ને ટિકિટ

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉ.ગુ.ની 27 બેઠકોમાંથી 23 ઉમેદવારો જાહેર કર્યા - વાદ-વિવાદવાળી ખેરાલુ, પાટણ, રાધનપુર અને હિંમતનગરના ઉમેદવારની જાહેરાત બાકી
  • મહેસાણાથી નીતિન પટેલ, ડીસાથી શશીકાંત પંડ્યા અને ઇડરથી હિતુ કનોડિયાને ટિકિટ ન અપાઇ, માત્ર એક બાયડ બેઠક પર મહિલાને ટિકિટ ફાળવી

"ભરોસાની ભાજપ સરકાર'ના નવા સ્લોગન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ઉત્તર ગુજરાતની 27 બેઠકો પૈકી 23 બેઠકોના ઉમેદવારોની જાહેર કરેલી પ્રથમ યાદીમાં 2017માં ચૂંટાયેલા 12 ધારાસભ્યોમાંથી 50 ટકા એટલે કે 6 ધારાસભ્યોને જ રિપીટ કરી તેમની પર ભરોસો બતાવ્યો છે. જ્યારે 4 પૂર્વ ધારાસભ્યોને ફરી અજમાવ્યા છે. 8 બેઠકો પર સાવ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તો ખેડબ્રહ્મા, સિદ્ધપુર અને વડગામ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોને ટિકિટ આપી છે.

જ્યારે ભારે કશ્મકશ અને વાદ વિવાદવાળી 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે. તેમાં ખેરાલુ, પાટણ, રાધનપુર અને હિંમતનગર બેઠકનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપે મહેસાણાથી નીતિન પટેલ, ડીસાથી શશીકાંત પંડ્યા અને ઇડરથી હિતુ કનોડિયાને ટિકિટ નથી આપી. જ્યારે માત્ર એક બાયડ બેઠક પર મહિલાને ટિકિટ આપી છે.

ઉલ્લેખનિય છે કે, 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 27 બેઠકોમાંથી ભાજપને 12 બેઠક, કોંગ્રેસને 14 બેઠક અને વડગામ બેઠક પર અપક્ષ જીજ્ઞેશ મેવાણી ચૂંટાયા હતા. જે પાછળથી કોંગ્રેસમાં સામેલ થયા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઊંઝાના ડૉ. આશાબેન પટેલ, રાધનપુરના અલ્પેશ ઠાકોર અને બાયડના ધવલસિંહ ઝાલા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા હતા. જ્યારે ભાજપમાં થરાદથી ચૂંટાયેલા પરબતભાઇ પટેલને બનાસકાંઠા અને ખેરાલુથી ચૂંટાયેલા ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પાટણ લોકસભાની ટિકિટ અપાતાં સાંસદ બન્યા હતા. પેટાચૂંટણીમાં રાધનપુર બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના રઘુ દેસાઇ સામે અને થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીત્યા હતા. જ્યારે ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર ચૂંટાઇ આવ્યા હતા.

મહેસાણા, ઊંઝા, બહુચરાજી, વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર અને ડીસા બેઠક પર નવા ચહેરાને તક
રિપીટ કરાયેલા ધારાસભ્યો
1. ઋષિકેશ પટેલ વિસનગર
2. રમણલાલ પટેલ વિજાપુર
3. કરશન સોલંકી કડી
4. દિલીપજી ઠાકોર ચાણસ્મા
5. કિર્તિસિંહ વાઘેલા કાંકરેજ
6. ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ

નવા ચહેરાને ટિકિટ અપાઇ
1. મુકેશ પટેલ મહેસાણા
2. કિરીટભાઇ પટેલ ઊંઝા
3. સુખાજી ઠાકોર બહુચરાજી
4. સ્વરૂપજી ઠાકોર વાવ
5. ભગવાન ચૌધરી ધાનેરા
6. લઘુભાઇ પારઘી દાંતા
7. અનિકેત ઠાકર પાલનપુર
8. પ્રવિણ માળી ડીસા

​​​​​​​રિપીટ પૂર્વ ધારાસભ્યો
1. શંકરભાઇ ચૌધરી થરાદ
2. કેશાજી ચૌહાણ દિયોદર
3. રમણલાલ વોરા ઇડર
4. ભીખીબેન પરમાર બાયડ

અગાઉ હારી ગયેલા રિપીટ
1. પી.સી. બરંડા ભિલોડા
2. ભીખુસિંહ પરમાર મોડાસા

​​​​​​​કોંગ્રેસથી ભાજપમાં આવતાં ટિકિટ
1. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા
2. બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર
3. મણિભાઇ વાઘેલા વડગામ

​​​​​​​આ ચાર દિગ્ગજોને ટિકિટ ન મળી
1. નીતિનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રી (મહેસાણા)
2. રજની પટેલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી (બહુચરાજી)
3. શશીકાંત પંડ્યા (ધારાસભ્ય ડીસા)
4. હિતુ કનોડિયા (ધારાસભ્ય ઇડર)

સામાજિક સમીકરણ : ક્ષત્રિયને 5, ઠાકોર અને પટેલને 4-4, અનુ.જાતિ- અનુ. આદિજાતિ 3-3 ચૌધરી 2, ટિકિટ અપાઇ
ભાજપે જાહેર કરેલા 27માંથી 23 ઉમેદવારોમાં જ્ઞાતિના સમીકરણો સાચવવા પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. જેમાં ક્ષત્રિય 5, ઠાકોર અને પટેલ 4-4, ચૌધરી 2, અનુસૂચિત જાતિ અને અનુ. આદિજાતિ 3-3 તેમજ બ્રાહ્મણ અને માળી સમાજને એક-એક બેઠક પર ટિકિટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...