મહેસાણા ડેપો સંચાલિત અને મોઢેરા ચોકડીથી વાયા મોઢેરા અને અંતરિયાળ વિસ્તાર ગામોને જોડતી બસના સમયમાં વારંવાર ફેરફાર કરાતાં અનેક ગામોનાં મુસાફરોને અસર વર્તાઇ છે. ઉપરાંત એસટીની આવક પર પણ માઠી અસર વર્તાઇ રહી છે. જોકે, આ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં ડેપોના અણઘડ વહીવટના કારણે મુસાફરો અટવાયા છે.
મહેસાણા ડેપો સંચાલિત સવારે 6.45 વાગ્યાના સમય દરમ્યાન મહેસાણાથી અંબાલા, મહેસાણાથી સુરજ અને મહેસાણાથી મણિયારી બસોનુ સંચાલન કરાય છે. આજ સમયગાળા દરમ્યાન બહુચરાજી, મહાદેવપુરા, વડાવલી બસ ઉપડે છે. જ્યારે વિસનગર-પાટડી બસ પણ આજ સમયે પસાર થાય છે. જોકે આ બસના ટાઇમ ટેબલમાં તંત્ર દ્વારા મનસ્વી રીતે વારંવાર ફેરફાર કરાતાં મુસાફરોને અગવડતા પડી રહી છે. પરિણામે મુસાફરોના અભાવે એસટીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મોઢેરાથી અંતરીયાળ ગામોની અંબાલા, સૂરજ અને મણિયારીથી મીઠીઘારિયાલ ગામથી બસ સેવા એક સાથે સવારે પરત આવતાં બાકીના સમયે મોઢેરાથી પશ્ચિમ દિશા તરફના ગામોની બસ સેવા સદંતર છીનવાઇ ગઇ છે. આ અંગે મહેસાણા ડેપો મેનેજર તથા વિભાગીય અધિકારી દ્વારા આ રૂટ પરથી પસા થતી તમામ બસોના સમય પત્રકની સમીક્ષા કરી મુસાફરોનાં હિતમાં જરૂરી સૂચન સાથે ટાઇમટેબલ ગોઠવાય તો મુસાફરોને રાહત થાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.