ત્રિપલ અકસ્માત:મહેસાણાના ગોઝરીયા રોડ પર બે ગાડી અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત, બે વ્યક્તિને ઈજા

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટો ગાડીને પાછળથી અન્ય ગાડીએ ટક્કર મારતા અલ્ટો ફગોડાઈને ડિવાઈડર સાથે અથડાઈ
  • સામેથી આવી રહેલો બાઈક ચાલક પણ અલ્ટો ગાડી સાથે ટકરતા રોડ પર ફગોળાયો

મહેસાણા જિલ્લામાં દિવાળી તહેવારમાં અકસ્માતની અનેક ઘટનાઓ બની છે. દિવાળી અને નવા વર્ષના દિવસે અકસ્માતની ઘટના બન્યાં બાદ આજે ભાઈ બીજના દિવસે પણ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મહેસાણા તાલુકામાં આવેલા ગોઝરીયા હાઇવે પર એક સાથે ત્રણ વાહનો ટકરાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહન ચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ગોઝરીયા રોડ પર આવેલા કડવાસણ બસ સ્ટોપ નજીક એક અલ્ટો ગાડી પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી એક i20 ગાડીના ચાલકે અલ્ટોને ટક્કર મારતા અલ્ટો ગાડી રોડ પર ફગોડાઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. જ્યારે અકસ્માતમાં સામેથી આવી રહેલો એક બાઈક ચાલક પણ અલ્ટો ગાડી સાથે ટકરતા રોડ પર ફગોળાયો હતો

આ સમગ્ર ઘટનામાં અલ્ટો ગાડીમાં સવાર એક શખ્સ અને બાઈક પર સવાર એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈને હાઇવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ અકસ્માતની જાણ 108 ને કરવામાં આવતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, સમગ્ર મામલે અકસ્માત સર્જનારા i20 ગાડીનો ચાલક પોતાની ગાડી ભગાડી દૂર એક ઝાડી સાથે અથડાવી ગાડી મૂકી ફરાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...