તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:કાંસા ગામમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલ 38 ગ્રામજનોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકો ની તસવીરો એકસાથે ગોઠવી સામુહિક શ્રદ્ધાંજલિ અપાઈ

છેલ્લા એક વર્ષ થી કોરોના નામના વાઈરસે સમગ્ર વિશ્વ માં હાહાકાર મચાવી દીધો છે ત્યારે આ મહામારી દરમિયાન અનેક રાજ્ય,જિલ્લા તાલુકા અને ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકો કોરોના મહામારીના સમયમાં મોત ને ભેટ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા માં પણ કોરોના મહામારીના એક વર્ષ દરમિયાન અનેક પરિવારોએ પોતાના સ્નેહીજનોને ખોયા છે. ત્યારે જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા કાંસા ગામમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલાઓ ને સમગ્ર ગામ ના લોકો ભેગા મળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વિસનગરના કાંસા ગામમાં કોરોના કાળ દરમિયાન છેલ્લા એક વર્ષની અંદર આશરે 38 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. કાંસા ગામના લોકોએ રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગામમાં મૃતકોની તસવીરો મૂકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આટલી મોટી સંખ્યા માં એક સાથે આટલા લોકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગ્રામજનો ની આંખોમાં પણ આંસુઓની ધાર વહી હતી.

અન્ય સમાચારો પણ છે...