તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણા જિલ્લાના 66 ગામોના તળાવ ફરતે હરિયાળી ઉભી કરવા વૃક્ષો વવાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ શાસિત જિલ્લા પંચાયતની પ્રથમ કારોબારી સભામાં નિર્ણય
  • ગ્રામ પંચાયત અને આશાબહેન દીઠ 600 ગ્રા. પં.ને કોરોના કીટ અપાશે

મહેસાણા જિલ્લા પંચાયત ખાતે સોમવાર બપોરે પ્રથમ કારોબારીની બેઠક મળી હતી. જેમાં 7 કામોને સર્વાનુમત્તે મંજૂર કરાયા હતા. અા સાથે જિલ્લાના 66 ગામના તળાવોને ફરતે વૃક્ષો ઉછેરવાનો નિર્ણય પણ લેવાયો હતો. DDO અેમ.વાય.દક્ષિણી અને કારોબારી ચેરમેન હરીભાઇ ચાૈધરીની અધ્યક્ષ સ્થાને સોમવાર બપોરે 3 કલાકે જિ.પં.હોલમાં પ્રથમ કારોબારી બેઠક મળી હતી. કોરોબારીના સદસ્યો અને અધિકારીઅોઅે પોતાનો પરિચય અાપી બેઠકની ચર્ચા શરૂ કરાઇ હતી.

જેમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ યોજના માટે ગ્રામ પંચાયત અને અાશા બહેન દીઠ 5-5 મેડિકલ કીટ પ્રમાણે 600 ગ્રામ પંચાયતોને રૂ.9 ના ખર્ચે 6 હજાર કીટ અાપવાનો ઠરાવ પસાર કરાયો હતો. તેમજ પંચાયતના અેન્જીનીયરીંગ શાખાના રોજમદાર સ્વ.હિંમતસિંહ અેમ.ચાવડાને ઉચ્ચતર પગાર પેટે ચૂકવેલા રૂ.98603 ને વહિવટી મંજૂરી અપાઇ હતી.

જિ.પ.ની શાખાઅો અને તેના તાબાની કચેરીના દફતર બાંધવા રેકોર્ડ કેન્ટેનરની અોનલાઇન ખરીદી માટેની મંજૂરી અાપવા ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારી માટે અાઉટ સોર્સિંગથી વાહન સેવા સાથે રૂ.15972 ના ખર્ચે પ્રમુખની ગાડીનું મરામત કામ મંજૂર કરાયું હતું.

જિલ્લાના 66 ગામના તળાવોને ફરતે વૃક્ષો ઉછેરાશે
આ અંગે મહસાણા જિલ્લા વિકાસ અધિકારી અેમ.વાય.દક્ષિણીઅે જણાવ્યું હતું કે, જિલ્લાના 66 ગામના 66 તળાવોને પસંદ કરાયા છે. અા તળાવોની ચારેબાજુ વૃક્ષારોપણ કરી ઉછેરવામાં અાવશે. જેને લઇ પર્યાવરણનું રક્ષણ સાથે ગામોને અાગવી અોળખ મળશે.

અન્ય સમાચારો પણ છે...