તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:જિલ્લાની 145 હાઇસ્કૂલમાં નિમાયેલા નવા 214 શિક્ષકો મારફતે પ્રથમ દિવસે વૃક્ષારોપણ કરાયું

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં એસ.જી. શુકલ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાએ પ્રથમ દિને શાળામાં વૃક્ષારોપણ કર્યુ. - Divya Bhaskar
મહેસાણામાં એસ.જી. શુકલ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાએ પ્રથમ દિને શાળામાં વૃક્ષારોપણ કર્યુ.

જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના સોમવારે પ્રથમ દિવસે નવા વિદ્યાર્થીઓના પ્રવેશ, અન્યત્ર જતા વિદ્યાર્થીઓને એલસી આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. જ્યારે ધોરણ 1 થી 5ના શિક્ષકો ઓનલાઇન તાલીમ વર્ગમાં જોડાયા હતા. ઓનલાઇન ક્લાસ તેમજ શિક્ષકને વર્ગ ફાળવણી સાથે કાર્યપદ્ધતિ અને કામની વહેંચણીમાં જ પ્રથમ દિવસનું કામકાજ પૂર્ણ થયું હતું. અઠવાડિયામાં પ્રવેશનો દોર વધશે તેવા સંકેતો શાળાના સૂત્રોએ આપ્યા હતા.

ઉચ્ચત્તર માધ્યમિક 145 શાળાઓમાં નવા 214 શિક્ષકની શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિ થઇ છે. આ શિક્ષકો માટે શાળામાં પ્રથમ દિવસ હોઇ દરેક શિક્ષકને નિયુક્તિની શાળામાં વૃક્ષ આપી સ્વાગત કરાયું હતું. મોટાભાગની શાળાઓમાં શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ જ જોવા મળ્યા હતા. હજુ ધોરણ 10નું પરિણામ બાકી હોઇ તે આવ્યા પછી ધો.11ના ઓનલાઇન વર્ગ રેગ્યુલર શરૂ થશે. બાકીના ધોરણોમાં હાલ વર્ગવાઇઝ વિદ્યાર્થીઓની ડેટાએન્ટ્રી પછી માઇક્રોસોફ્ટ ટીમ ગૃપમાં ઓનલાઇન નોંધણી કરી ઓનલાઇન ક્લાસ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...