ઓનલાઇન બદલી કેમ્પ:વતનથી દૂર ITIમાં નોકરી કરતાં 91 કર્મીઓની જિલ્લામાં બદલી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ITIના ઇતિહાસમાં પહેલીવાર ઓનલાઇન બદલી કેમ્પ

તાજેતરમાં રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આઇટીઆઇમાં ફરજ બજાવતાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને વતન નજીક જિલ્લામાં બદલીનો લાભ અપાયો છે. રાજ્યવ્યાપી આ ઓનલાઇન કેમ્પમાં 91 કર્મચારીઓ મહેસાણા જિલ્લામાં આવ્યા છે, તો 30 કર્મચારીઓ મહેસાણાથી તેમના વતનના જિલ્લામાં ગયા છે.

આઇટીઆઇ કર્મચારી યુનિયન અમદાવાદ વિભાગના એ.જે. પંચાલે કહ્યું કે, રાજ્યમાં વિભાગના નિયામક, નાયબ નિયામક દ્વારા આઇટીઆઇમાં પહેલીવાર ઓનલાઇન બદલી કેમ્પનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં વતન નજીક અન્ય જિલ્લામાંથી 91 કર્મચારીઓ બદલી થઇને આવ્યા છે, જે 19 એપ્રિલથી ફરજમાં લાગી જશે. જિલ્લામાં ઊંઝામાં 4, કડીમાં 8, સતલાસણામાં 2, બહુચરાજીમાં 5, મહેસાણામાં 10, જોટાણામાં 1, વડનગરમાં 8, વિજાપુરમાં 14, વિસનગરમાં 32 અને ખેરાલુમાં 7 મળી કુલ 91 કર્મચારીઓ વતનમાં આવ્યા છે.

જ્યારે દૂરના જિલ્લાના અને મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા ઊંઝાના 1, સતલાસણાના 3, મહેસાણાના 6, જોટાણાના 1, વડનગરના 1, વિજાપુરના 3 અને વિસનગરના 3 મળી 30 કર્મચારીઓની તેમના વતનમાં બદલી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...