કચવાટ:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત 30 અધિકારી-કર્મીની બદલી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 15 હજાર કે ઓછા પગારમાં 30-40 કિલોમીટર દૂર બદલી કરી દેવાતાં કર્ચારીઓમાં આંતરિક કચવાટ

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તાલુકા કક્ષાએ વિવિધ કેડરમાં ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત અધિકારીઓ અને કર્મચારી સંવર્ગના 30 જણાની વહીવટી સરળતા ખાતર અને જાહેર સેવાના હિતમાં બદલીના આદેશ ડીઆરડીએ નિયામક અને ડીડીઓ દ્વારા કરવામાં આવ્યા છે. જોકે, કરાર આધારિત આ કર્મચારીઓમાં માંડ 15 હજાર કે તેથી ઓછા પગારમાં 30 થી 40 કિમી દૂરના બીજા તાલુકામાં બદલી કરાતાં હવે મહિને રૂ.ત્રણ હજાર ભાડા પાછળ ખર્ચાઇ જશે ત્યાં મોંઘવારીમાં બદલી આકરી થઇ પડવાનો આંતરિક કચવાટ ઊઠ્યો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં 10 તાલુકા કક્ષાના બ્લોક લેવલ મહેકમના વિસ્તરણ અધિકારી સંવર્ગના 6, આઇઆરડીના નાયબ હિસાબનીશ સંવર્ગના 7 અને ગ્રામસેવક સંવર્ગના 17 મળી કુલ 30 કરાર આધારિત કર્મચારીઓની ડીડીઓ દ્વારા બદલીઓનો આદેશ કરાયો છે. જેમાં મહેસાણા-બહુચરાજી, કડી-મહેસાણા, ખેરાલુ-વિજાપુર, વિસનગર-સતલાસણા સહિત એકથી બીજા દૂરના અંતરના તાલુકા સુધી બદલીઓ કરાઇ છે. કરાર હેઠળ ફરજ બજાવતા આ કર્મચારીઓમાં પગાર મેનેજમેન્ટમાં હજુ ભાડા મેનેજમેન્ટ આકરું બનવાનો ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...