બુધવારે રાજ્ય સરકારે 3 IASની કરેલી બદલીમાં મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બદલી કરાઇ છે. જ્યારે નવા કલેક્ટર તરીકે નાગરાજન એમ.ને મુકાયા છે. 24 જૂન 2021ના રોજ મહેસાણા જિલ્લા કલેક્ટર તરીકે આવેલા ઉદિત અગ્રવાલે દોઢ વર્ષ પદભાર સંભાળ્યો.
તેમના કાર્યકાળમાં દિવ્યાંગ અરજદારોને પ્રથમ કે બીજા માળે ચડાવવાને બદલે જાતે જ તેમની પાસે જઈ રૂબરૂ રજૂઆત સાંભળતા હતા. છેલ્લે વિધાનસભા ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ હતી. બુધવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર બનાવી સરદાર સરોવર નિગમના જોઈન્ટ એમડીનો ચાર્જ પણ સોંપાયો છે. તેમના સ્થાને ગાંધીનગર ઉચ્ચ શિક્ષણના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા નાગરાજન એમ.ને કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.