ફેરબદલી:ઉ.ગુ.માં સહાયક રાજ્યવેરા વર્ગ-1 -2 ના 12 અધિકારીઓની ફેરબદલી

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા શનિવારે સહાયક રાજ્યવેરા કમિશ્નર વર્ગ -1ના 45 અધિકારીઓની બદલી કરાઈ હતી. જે પૈકી ઉત્તર ગુજરાતમાંથી 5 અધિકારીઓની ફેરબદલી કરાઇ છે. બીજી બાજુ વર્ગ-2ના 56 રાજ્યવેરા અધિકારીઓને હંગામી ધોરણે સહાયક રાજ્યવેરા કમિશ્નર વર્ગ -1 તરીકે બઢતી આપી બદલીના આદેશ કરાયા હતા.

જેમાં બઢતી સાથે બદલી પામેલા ઉ.ગુ.માંથી 7 અધિકારીઓની ફેરબદલી કરાઇ હતી. વર્ગ-1માં અમદાવાદથી એસ.ડી.મકવાણાની મહેસાણા બદલી કરાઇ છે.

વર્ગ 1ના 5 અધિકારીઓની ફેરબદલી
નામ ક્યાંથી ક્યાં
એસ.ડી.મકવાણા અમદાવાદ મહેસાણા
એસ.પી.રબારી મહેસાણા રાજકોટ
એચ.એમ.પટેલ કડી અમદાવાદ
બી.આર.દેસાઇ ડીસા અમદાવાદ
એલ.એ.ખરાડી અમદાવાદ મહેસાણા

વર્ગ-2 ના 7 અધિકારીઓની બઢતી સાથે બદલી
નામ ક્યાંથી ક્યાં
જે.વી.ઝાલા કલોલ મહેસાણા
બી.પી.રાજપૂત મહેસાણા અમદાવાદ
આર.એ.પટેલ વિસનગર વિજાપુર
એલ.પી.મીણા અમદાવાદ કડી
ડી.આર.માંડવીયા પ્રાંતિજ અમદાવાદ
એમ.જી.બાવા અમદાવાદ પાલનુપર
જે.યુ.ઠાકોર વિજાપુર સુરત

અન્ય સમાચારો પણ છે...