તાલીમ:મહેસાણા પાલિકાના ફાયર સ્ટેશનમાં પાંચ કોલેજના 11 વિદ્યાર્થીને તાલીમ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યાપ્ત સાધન, સવલતોને લઇ તાલીમ માટે પ્રથમ પસંદગી

રાજ્યમાં ફાયર કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બે મહિના તાલીમ સાથે પ્રાયોગિક નિદર્શન મેળવી તૈયારી કરવાની હોય છે. જેમાં દૂરના શહેર-જિલ્લાના વિદ્યાર્થીઓ આ તાલીમ માટે મહેસાણા ફાયર સ્ટેશનની પસંદગી કરી રહ્યા છે. હાલમાં અહીં સુરત અને સાણંદ સહિત 5 ફાયર કોલેજના 41 વિદ્યાર્થીઓ અભ્યાસના ભાગરૂપે તાલીમ લઇ રહ્યા છે.

મહેસાણા ફાયર સ્ટેશનમાં જરૂરી રિસોર્સની ઉપલબ્ધતા થઇ રહી છે. જરૂરી ફાયરના સાધનો, ફાયરડ્રીલ, આગ હોનારત, ડેડબોડી સર્ચ વગેરેમાં બચાવ કામગીરીનો કોલેજમાં થિયરી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ બે મહિના પ્રાયોગિક આ બચાવ કામગીરી કેવી રીતે થઇ શકે તે અંગે એટેચમેન્ટ કરવાનું હોય છે. જેમાં મહેસાણા ફાયર સ્ટેશન ફાયર કોલેજના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ વિસનગર ફાયર કોલેજના 17, સુરત ફાયર કોલેજના 8, સાણંદ કોલેજના 9, ઊંઝા કોલેજના 6 અને ગણેશપુરા કોલેજના 4 મળી 41 વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...