તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-7:મોઢેરા FCI રોડ પર આખો દિવસ ટ્રકોની હારમાળાથી ટ્રાફિકની સમસ્યા

મહેસાણા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન સાંકડી નાંખતા પાણી ભરાવાની સમસ્યા યથાવત
 • કલેક્ટર સુધી રજૂઆતો પછી પણ વાહન પાર્કિંગ બંધ ન થતાં 60 સોસા.ના રહીશો હેરાન

મહેસાણા શહેરના મોઢેરા રોડના 70 ટકા વિસ્તારને આવરી લેતાં વોર્ડ નં.7માં સરકારી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ત્રણ જિલ્લામાંથી સરકારી અનાજ લેવા આખો દિવસ ટ્રકોની અવરજવર જ નહીં પણ મેઇન રોડ પર ટ્રકો આખો દિવસ પાર્કિંગની જેમ પડી રહેતાં અડધો રોડ અન્ય વાહનચાલકો માટે આવન જાવન માટે રહે છે. વળી આ રોડ ટ્રાફિકથી ધમધમતો હોઇ અહીંથી નિકળતાં વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. મોઢેરા રોડ પરની ગ્રીનસીટી સોસાયટીના પ્રમુખ રમેશભાઇ પટેલે કહ્યું કે, એક તો મોઢેરા ચોકડીથી નિરમા સુધી શાકભાજીની લારીઓ આડેધડ ગોઠવાયેલી રહેતાં સવાર-સાંજ રોડ સાંકડો રહે છે, તો સામેની સાઇડ એફસીઆઇમાં આવતી ટ્રકો મેઇન રોડ પર જ ઊભી રહે છે, જેથી ગોડાઉન તરફનો રોડ પણ સાંકડો થઇ જાય છે.

અઠવાડિયા પહેલાં જ એક દીકરી ગાડી નીચે આવતાં બચી ગઇ હતી. આખી રાત ગાડીઓ રોડ પર જ પડી રહે છે. આ અંગે જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરેલી પણ આખો રોડ ખુલ્લો રહેતો નથી. ખરેખર એફસીઆઇની અંદર આઠ-દશ ગાડીઓને એન્ટ્રી આપી દેવી જોઇએ કે પછી બાયપાસ પર ગાડીઓ ઉભી રાખી ફોન કરી એક પછી એક બોલાવવી જોઇએ. જોકે, એફસીઆઇના સૂત્રો કહે છે કે, માલ સપ્યાલ કરવા આવતી ગાડીઓ સમય મુજબ સીધી અંદર લઇ જવાય છે, આ ગાડીઓ ગાંધીનગર, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના ગોડાઉનોની માલ ભરવા આવે છે.

જેમને રોડ પર પાર્કિંગનું એફસીઆઇએ કહ્યું નથી. આ અંગે તંત્રને પત્ર કરેલો છે. માલ ભરવા આવતી ગાડીઓ તેમના સૂચિત સમયે આવે તો રોડ પર મૂકવાનો પ્રશ્ન દૂર થઇ શકે. રાધે બંગ્લોઝમાં રહેતા ભરતભાઇ પટેલે કહ્યું કે, સ્વામિનારાયણ મંદિર, નિરમા, અવસર પાર્ટી પ્લોટ અને રાધે બંગ્લોઝ વીઆઇપીનગર, માન ફાર્માના પટ્ટામાં નવો રોડ બન્યા પછી પણ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. આર એન્ડ બીએ વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન સાંકડી નાંખતા ઝડપથી પાણી નિકાલ થતો નથી. મોટી પાઇપ નાંખવાની જરૂર છે.

ચામુંડા પાર્કમાં રહેતા હર્ષ પટેલે કહ્યું કે, નમ્રતા, દેલોલીનગર, મોઢેશ્વરી, ટહુકો પાર્ટીપ્લોટ થી નિલકંઠ મહાદેવ મંદિર સુધીની સોસાયટીઓમાં વરસાદી પાણી ઢીંચણ સુધી ભરાઇ રહે છે. રોડ લેવલ વગર બનાવતાં આ હાલત થઇ છે. એમાંયે ગટર કે પાણીના ફોલ્ટમાં રોડ પર ખોદકામ પછી યોગ્ય પુરાણ નહીં કરાતાં ટુવ્હીલર સ્લીપ ખાઇ જતા હોય છે. ચોમાસામાં પાણી નિકાલની વ્યવસ્થા અંગે રજૂઆતો કરેલી છે પણ નિવારણ થયું નથી.

બેઠક પ્રકાર
પ્રથમ બેઠક : સામાન્ય
બીજી બેઠક : સામાન્ય
ત્રીજી બેઠક : સામાન્ય
ચોથી બેઠક : સામાન્ય

વોર્ડ વિસ્તાર
જીઆઇડીસી-2 એરિયા આગળ થઇને તળાવ પાસે થઇ આગળ વધતાં ગંગાસાગરથી રોયલનગર થી મોઢેરા રોડ ઉપર જિલ્લા સંઘ ગોડાઉન, પેટ્રોલપંપ, નાગલપુર પ્રાથમિક શાળાથી ઠાકોરવાસ, ઉમિયાપરૂ, નાગલપુર ગામતળ થઇ સોસાયટી વિસ્તાર.

વર્ષ 2015માં ચારેય બેઠક કોંગ્રેસે જીતી હતી
વર્ષ 2015ની ચૂંટણીમાં વોર્ડ નં.7માં કોગ્રેસમાંથી ચૂંટણી લડેલા રઇબેન વિઠ્ઠલદાસ પટેલ, સોનલબેન દિનેશભાઇ પટેલ, મહેશભાઇ સોમાભાઇ પટેલ અને વિરમભાઇ નારણભાઇ પટેલની આખી પેનલનો વિજય થયો હતો.

વોર્ડ નં.7માં 14,292 મતદારોનું જ્ઞાતિ સમીકરણ
વોર્ડ નં.7માં કુલ 14,292 મતદારો છે. જેમાં પુરૂષ 7434 અને સ્ત્રી 6858 છે. જેમાં સૌથી વધુ પાટીદાર 6316, પ્રજાપતિ 1313, સૈયદ 686, ઠાકોર 564, સુથાર 304, પંચાલ 290, કુરેશી 270, મોદી 224, નાયી 222, સથવારા 174, દરજી 156, રાવલ 144, પઠાણ 127, દેસાઇ 126, રાવળ 112, ગોસ્વામી 92, શેખ 90, દવે 79 સહિત અન્ય જ્ઞાતિના મતદારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો