જીએસટીમાં નવા વેપારીઓના રજીસ્ટ્રેશન માટે શરૂઆતમાં ત્રણ દિવસમાં નોંધણી દાખલો મળી જતો હતો. પરંતુ હાલ એક-દોઢ મહિના સુધી રજીસ્ટ્રેશનના દાખલા મળતાં ન હોઇ વેપારીઓ અને ટેક્ષ પ્રેક્ટીશનરો કંટાળી ગયા છે. વારંવાર રજીસ્ટ્રેશન અરજી રીજેક્ટ કરી દેવાતી હોવાની પણ રાડ ઉઠી છે, ત્યારે સત્વરે જીએસટી પોર્ટલમાં રજીસ્ટ્રેશન નોંધણીની એરર દૂર થાય તેવી માંગ ઉઠી છે.મહેસાણા સેલટેક્ષ બાર એસો.ના સૂત્રોએ કહ્યું કે, જીએસટીના નવા સુધારા મુજબ આધારકાર્ડ વેરીફીકેશનની સિસ્ટમ ઊભી કરાઇ છે. આધારકાર્ડ વેરીફીકેશન થાય તો જ નવો નોંધણી નંબર મળે છે.
છેલ્લા 15 દિવસથી નવો નંબર લેવા આધાર વેરીફીકેશન કરતાં સિસ્ટમ એરર આવવાથી જીએસટી નંબર માટેની પ્રક્રિયા સમયસર થઇ શકતી નથી. જેના કારણે નવા વેપારીઓ ખરીદી કે વેચાણ કરી શકતા નથી. જીએસટીની સિસ્ટમ સેન્ટ્રલાઇઝ હોઇ ગુજરાતની કોઇપણ જીએસટી ઓફિસ આ બાબતે કંઇ જવાબ આપી શકે તેમ નથી. નવા નંબર લેવા માંગતા વેપારીઓ, જીએસટી પ્રેક્ટીશનર અને વિભાગના અધિકારીઓ પણ જીએસટી પોર્ટલ સામે લાચાર છે. આ એરર ક્યારે દૂર થશે તેની કાઉન્સિલને પણ ખબર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.