તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે રમતાં રમતાં ભણતર:મહેસાણા જિલ્લાના 4 શિક્ષકોની રમકડાંકૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામી

મહેસાણા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવી શિક્ષણનીતિમાં બાલભવનની ભૂમિકારૂપે શાળાકક્ષાથી માંડીને નેશનલ સુધી વર્ચ્યુઅલ રમકડાં મેળોનું આયોજન

ગાંધીનગરમાં બાલભવન નિર્માણ થનાર છે અને તેમાં બાળકો માટે સર્જનાત્મક રમકડાં હશે. જેની ભૂમિકારૂપે દરેક જિલ્લામાં શાળા, તાલુકા, જિલ્લા કક્ષા સુધી વર્ચ્યુઅલ રમકડાં મેળા યોજાયા બાદ શિક્ષકોની શ્રેષ્ઠ રમકડાં કૃતિઓ રાજ્યકક્ષાએ રજૂ થઇ પસંદગીની કૃતિઓ નેશનલ રમકડા મેળાં રજૂ કરાશે. બાળકો વિષયના રમકડામાં રસ-ઋચિ કેળવી રમકડાના માધ્યમથી ભણતરના પાઠ શીખે તેવી કૃતિઓ જિલ્લામાં તાલુકા સ્તરે 557 શિક્ષકોએ તૈયાર કરી હતી, જે પૈકી જિલ્લા કક્ષાએ 50 પસંદ થઇ રાજ્યકક્ષાએ 17 કૃતિઓ જીસીઇઆરટીના ટોયફેરમાં રજૂ થઇ હતી. જેમાંથી એક આંગણવાડી અને 3 પ્રાથમિક શાળાના શિક્ષકની કૃતિનો સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પૂર્વ પ્રાથમિકમાં આંગણવાડી, પ્રાથમિક, અપર પ્રાથમિક વિભાગને આવરી લઇ પાંચ વિભાગની પાંચ કેટેગરીમાં શિક્ષકોનો શાળા કક્ષાથી જિલ્લા કક્ષાએ વર્ચ્યુઅલ ટોય ફેર યોજાયો હતો. જિલ્લા કક્ષાએ ડીપીઓ ર્ડા. ગૌરાંગ વ્યાસ, સી.લેક્ચરર વિનોદ હડિયોલની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ 17 રમકડાં કૃતિઓની પસંદગી કરાઇ હતી તેમાંથી 4 કૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામતાં ગાંધીનગર શિક્ષકોએ કૃતિ રજૂ કરી હતી. જેમાં ંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 5 તેમજ 6 થી 8ના બાળકોના સામાન્ય જ્ઞાનમાં વધારો કરતા તેમજ અભ્યાસક્રમના વિષયો રમકડાંબેઝ તૈયાર કરાયાં હોઇ શ્રેષ્ઠ કૃતિઓ રાજ્યકક્ષા માટે પસંદગી થઇ છે.

જિલ્લામાંથી આ ચાર શ્રેષ્ઠ રમકડાં કૃતિ રાજ્યસ્તરે પસંદગી પામી

 • જોટાણાના બાલસાસણ પ્રા. શાળાનાં શિક્ષિકા દિપ્તીબેન જોશીએ ધોરણ 6થી 8ના વિભાગ-5ના શૈક્ષણિક કીટમાં અલગ અલગ 8 રમકડાં કૃતિઓ બનાવી છે. જેમાં બાળકો આ રમકડાં રમતાં રમતાં સામાજિક વિજ્ઞાન વિષયનો કેટલોક અભ્યાસ શીખી લે અને જનરલ નોલેજ વધે તેવાં રમકડાં છે, જેના થકી બાળકોની તર્કશક્તિ વિકશે {જોટાણાની તેલાવી પ્રા.શાળાના શિક્ષક ગુર્જર હેમંતકુમારે ઓનલાઇન (ટેકનિકલ) રમકડાં તૈયાર કર્યા છે. જે શિક્ષણની રીતે આનંદની સાથે બાળકોને શિખવાની રૂચી પેદા કરી શકે છે.
 • બામણવા પ્રા.શાળાનાં યોગેશ્વરીબેન પટેલે ધો.6 થી 8માં દેશી રમકડાં તૈયાર કર્યા છે.
 • પૂર્વ પ્રાથમિકમાં સતલાસણા વાવની આંગણવાડીનાં રમીલા બેન સુથારે બાળકો રમતાં રમતાં શીખી શકે તેવાં દેશી રમકડાં બનાવ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો