તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં વિદેશમાં ફસાઇ ગયેલા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ તેમજ વેપારીઓ સહિતને હવાઇ માર્ગે ભારત પરત લાવવાનું શરૂ કરાયું છે. આ પ્રવાસીઓ પરત ફરે ત્યારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પ્રત્યેક પ્રવાસીને ચોક્કસ સમય સુધી હોટેલો અને ધર્મશાળાઓમાં ફરજિયાત કવોરન્ટાઇન રાખવામાં આવશે. મહેસાણા જિલ્લામાં વિદેશથી આવનાર પ્રવાસીઓ, હોટલ સંચાલકો અને ટ્રસ્ટો સાથે તંત્ર દ્વારા સંકલન વ્યવસ્થા ઉભી કરાઇ છે. જે અંતર્ગત જિલ્લામાં 19 પેઇડ (હોટલો) અને 10 ફ્રી (મંદિર-શાળા- હોસ્ટેલ) કવોરેન્ટાઇન સેન્ટર ઉભાં કરાયાં છે. જેમાં કુલ મળીને 1292 પ્રવાસીઓ રહી શકે તેટલી ક્ષમતા છે.
સોમવારે ફિલિપાઇન્સથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલી મુસાફરો પૈકીના 18 વિદ્યાર્થીઓને મોડી રાત્રે મહેસાણા નજીક સેફ્રોની હોટલ લવાશે. મંગળવારે ફ્લાઇટમાં અમેરિકાથી ગુજરાત આવનાર પૈકી 147 જેટલા પ્રવાસીઓને મહેસાણા હોટલમાં ફાળવણી કરાઇ છે. જેમ જેમ વિદેશી પ્રવાસીઓ જિલ્લામાં આવશે તેમ તેમ તેમના માટે સેલ્ફ કવોરન્ટાઇન માટે હોટલો, શાળા અને મંદિરોનું સંકલન કરી રખાયું છે અને દરેક સેન્ટર પર લાયઝન અધિકારી -કર્મચારીઓને નિયુક્ત કરી દેવાયાં છે.
એ અને બી કેટેગરીની 19 હોટલમાં કુલ 962ને રહેવાની ક્ષમતા કરાઇ
મહેસાણાની 19 હોટલ- રેસ્ટોરન્ટના ગેસ્ટહાઉસમાં કવોરન્ટાઇન સેન્ટર ઉભાં કરાયાં છે. જેમાં કેટેગરી મુજબની હોટલરૂમનું ભાડુ પ્રવાસીએ ચૂકવવાનું રહેશે. ફૂલ રૂમ, સેરિંગ રૂમ પ્રમાણે અલગ દર સુચવાયા છે. આ 19 સેન્ટરોમાં કુલ 962ને રહેવાની ક્ષમતા છે.
આ 10 ફ્રી કવોરન્ટાઇન સેન્ટરમાં 330 પ્રવાસીઓ ઉતરી શકશે.....
ફ્રી કવોરન્ટાઇન સેન્ટરોમાં મહેસાણામાં બરોડા બેંક સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ, સિમંધર જૈન દેરાસર અને આદર્શ નિવાસી શાળા તળેટી, ઊંઝામાં ઉમિયા માતાજી પથિકાશ્રમ અને ગણપતિ મંદિર ઐઠોર, સતલાસણામાં મોડેલ સ્કૂલ, વિજાપુરમાં આશ એજ્યુકેશન ટ્રસ્ટ હોસ્ટેલ, વડનગરમાં બ્લિસ પ્રાયમરી સ્કૂલ, બહુચરાજી તાલુકામાં જેઠીબા સદન શંખલપુર અને મોઢેશ્વરી મંદિર મોઢેરાનો સમાવેશ થાય છે. આ 10 સેન્ટરોમાં કુલ 330ને રહેવાની ક્ષમતા છે.
શંખલપુર મંદિર દ્વારા સેલ્ફ ક્વોરન્ટાઇન સેન્ટર ઊભું કરાયું
દેશ-વિદેશથી આવતા લોકોને રાખવા માટે જિલ્લા કલેક્ટર એચ.કે પટેલના માર્ગદર્શન હેઠળ બહુચરાજી તાલુકા કક્ષાનું સેલ્ફ ક્વોરન્ટાઇન સેન્ટર શંખલપુર ગામે કુદરતી સાનિધ્યમાં બહુચર માતાજી મંદિર સંચાલિત જેઠીબા સદનમાં શરૂ કરાયું છે. મંદિર ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઇ પટેલ અને ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, અહીં દાખલ વ્યક્તિ માટે રહેવા-જમવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રખાશે. હાલ બે વ્યક્તિને અહીં રખાયાં છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.