પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હરિભક્તો પોતાના વિસ્તારમાં જ સત્સંગ પ્રવૃતિનો લાભ લઈ શકે તે હેતુથી મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર પ્રાર્થના રેસીડેન્સી પાસે BAPS સ્વામિનારાયણ પ્રાર્થના સંસ્કારધામનું નિર્માણ કરાયું છે. જેમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળોથી પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપના રવિવારે સંસ્થાના વરિષ્ઠ સંત સારંગપુર સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક અક્ષરચરણ સ્વામીના શુભ હસ્તે કરાઇ હતી.
આ પહેલાં મૂર્તિઓની દિવ્ય નગરયાત્રામાં બાઇકસવાર સાફાધારી યુવાનો, વિવિધ કલાત્મક રથ જોડાયા હતા. જે પૈકી મયુર રથમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ અને શતાબ્દી રથમાં પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ સ્થાપિત કરાઇ હતી. સંગીત રથ દ્વારા ધૂન-કીર્તનનું ગાન થતું હતું.
લોકોને વ્યસન મુક્તિનો સંદેશ આપતો વ્યસનમુક્તિ રથ પણ જોડાયો હતો. બાળ-બાલિકાઓ ભાતીગળ ગુજરાતી વેશભૂષામાં જોવા મળ્યા હતા. સાંજે મહોત્સવની મુખ્ય સભા અવસર પાર્ટીપ્લોટ પાછળ 15 સમાજવાડી ખાતે યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.