રાહત:ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 417 મીમી 56.81% વરસાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતના 5 તાલુકામાં 75% થી વધુ, જ્યારે 16 તાલુકા હજુ સિઝનનો 50% થી અોછો વરસાદ

ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 734 મીમીની જરૂરીયાત સામે 417 મીમી(56.81%) વરસાદ વરસી ચૂક્યો છે. સપ્ટેમ્બરના 16 દિવસમાં જ સરેરાશ 192 મીમી વરસાદ વરસ્યો હતો. અા 16 દિવસમાં સિઝનનો 46.04% વરસાદ થઇ ચૂક્યો છે. અા 16 દિવસમાં અરવલ્લી જિલ્લામાં 31.12%, બનાસકાંઠા જિલ્લામાં 29.46%, સાબરકાંઠા જિલ્લામાં 27.97%, પાટણ જિલ્લામાં 21.21% અને મહેસાણા જિલ્લામાં 18.91% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.

બીજી બાજુ ઉત્તર ગુજરાતના 47 તાલુકામાં વરસાદની સ્થિતિ જોઇઅે તો, 5 તાલુકામાં સિઝનનો 75% થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 16 તાલુકા હજુ અેવા છે કે, જેમાં સિઝનનો 50% થી અોછો વરસાદ થયો છે. જ્યારે 26 તાલુકામાં 51% થી 75% સુધીનો વરસાદ થયો છે. આજે ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

છેલ્લા 13 કલાકમાં હળવો વરસાદ
મહેસાણા : ખેરાલુમાં 4 મીમી
પાટણ : રાધનપુરમાં 13 મીમી
બનાસકાંઠા : દિયોદરમાં 18 મીમી, પાલનપુરમાં 1 મીમી, ભાભરમાં 1 મીમી
સાબરકાંઠા : ઇડરમાં 20 મીમી, ખેડબ્રહ્મામાં 3 મીમી, વડાલીમાં 1 મીમી, વિજયનગરમાં 1 મીમી
અરવલ્લી : માલપુરમાં 15 મીમી, ભિલોડામાં 7 મીમી, ધનસુરામાં 4 મીમી, મોડાસામાં 2 મીમી, મેઘરજમાં 1 મીમી, બાયડમાં 1 મીમી

​​​​​​​ઉ.ગુ.માં સિઝનનો વરસાદ

જિલ્લોજરૂરીવરસ્યોટકાવારી
મહેસાણા72439955.17%
પાટણ59337262.69%
બનાસકાંઠા62636057.48%
સાબરકાંઠા85248957.31%
અરવલ્લી87546453.05%
સરેરાશ73441756.81%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...