તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:રખડતા ઢોરનો કે રખડુ લોકોના વાહનનો ત્રાસ?

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૈન સંઘમાં પ્રવચનકાર આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજીનું પ્રેરણામૃત

મહેસાણા શહેરના શ્રીઉપનગર જૈન સંઘમાં શુક્રવારના પ્રેરણામૃતમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.અે કહ્યું હતું કે, જેને પર્વાધિરાજ કહેવામાં આવે છે તે પર્યુષણ-પર્વનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ઘરે ઘરે ધાર્મિક આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું નિહાળવા મળશે.

શ્રદ્ધાળુ જૈનો સવારથી સાંજ સુધી જુદા જુદા જૈન મંદિરોને જુહારવા ઉમટી પડશે. જે પુણ્યાત્માઓ અહિંસા અને ઉપવાસ તપમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તેઓના ભક્તિ-બહુમાન થશે. ભૂતકાળમાં પરસ્પર થયેલા વૈર-વિરોધનું વિસર્જન કરીને મિચ્છામી દુકડમનો મૈત્રી નાદ ગુંજાવશે. દેહશુદ્ધિ તો બાય પ્રોડક્ટ પણ મુખ્યત્વે આત્મ-શુદ્ધિ માટે ત્રણ કે તેથી વધુ ઉપવાસનો યજ્ઞ આરંભાશે.

સૌથી વધુ મહત્વની સાધના તો દયા, કરુણા, કોમળતા, અહિંસા પાલન કર્તવ્યની થશે. એક બાજુ વિશ્વમાં ઠેરઠેર કતલખાનાઓ દ્વારા મૂંગા છતાંય માનવજાતની અનેક સ્વરૂપે સેવા કરી રહેલા લાખો-કરોડો પશુ-પંખીઓની બેરહમ હત્યા થઈ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વને કરુણા જીવ દયાનો વ્યાપક બુલંદ સ્વયં અમલીકરણનો સંદેશો બધાને કાને પહોંચાડવા જૈનો અમારી પાલન માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવશે. બાર મહિના માટે પાંજરાપોળ ધમધમતી રહેશે.

ખબર નથી કે વિશ્વમાં કઈ જાતની કઠોરતા શુષ્કતા અને નિર્દયતા-ક્રૂરતાનો નિર્લજ્જ પણે વિકાસ થઈ રહ્યો છે. કહેવાતા બુદ્ધિવાદી લોકો પણ સ્વસ્થ દિમાગથી ઊંડો વિચાર કર્યા વિના જ, રખડતા ઢોરોના ત્રાસનો બ્યુગલો બજાવવા બેસી જાય છે. એ લોકો આ સમસ્યાના ઊંડાણમાં ઉતરશે તો સત્ય સમજાશે કે, મોટા શહેરોમાં દશે દિશાઓમાં જે પશુ-પંખીઓ માટે ચરિયાણ નામવાળી લાખો એકર જમીન સરકાર અને જમીન સોદાગરોએ પચાવી પાડી છે. પછી એ ઢોરો જાય ક્યાં? ખરેખર તો માત્ર ઢોરોને માટે નહીં પણ માનવ માટે પણ પોતપોતાના વાહનો લઈને જ્યાં ત્યાં રખડવા નીકળી પડતા રખડુંઓના વાહનો એ જ ખરેખર તો માનવજાત અને પશુઓના માટે ભયંકર ત્રાસ રૂપ બન્યા છે. ભગવાન આ રખડુઓના ત્રાસથી સૌને બચાવે તેવી પ્રાર્થના. કમ સે કમ એક બે દિવસ પહેલા અલહાબાદ (પ્રયાગ)હાઈ કોર્ટે કરેલા ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાના નિર્દેશનો અમલ થાય તો ય ઘણું સારું.

અન્ય સમાચારો પણ છે...