તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:તોરણવાડી માતા ચોક "ને નો લારી ઝોન" જાહેર કરવામાં આવ્યો, ફુવારા પાસેથી પાલિકા 15 લારી ઉઠાવી ગઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં લારી ગલ્લા વાળાને વધુ એક ફટકો

મહેસાણા શહેરમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહેસાણા નગરપાલિકાએ તોરણવાડી માતા ચોકનેનો લારી ઝોન જાહેર કર્યો છે. તેમજ લારીઓ ઉભી રહેવાના કારણે સાંજે અને સવારે ભારે ટ્રાફિક સર્જાવાની સમસ્યા પણ સર્જાતી રહેતી હોય છે. કલેકટર બંગલો પાસે નડતર રૂપ 15 જેટલી ખાણી પીણીની લારીઓ પાલિકાની ટીમ ઉઠાવી લીધા બાદ તેના માલિકોને ચેતવણી આપી પછી સુપ્રત કરી દેવામાં આવી હતી.

મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના ઘરને નડતર રૂપ થાય તે રીતે લારીઓ ઉભી રહેતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે નગરપાલિકાના દબાણ હટાવી શાખાની ટીમે લારીઓ ડિટેઇન કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કલેકટરના બંગ્લો પાસેથી નડતર રૂપ 15 જેટલી લારીઓ ઉઠાવી લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમના માલિકને ચેતવણી આપી લારીઓ પછી આપી દેવામાં આવી હતી. શહેરના મુખ્યમાર્ગ પર નડતરરૂપ લારી ગલ્લા ઉપાડી લેવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...