મતોત્સવ:આજે ગામે-ગામ મતોત્સવ: ગુલાબી બેલેટ સરપંચનું,સફેદ સભ્યનું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.ની 1242 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 28,57,516 મતદારો 1196 ગામોના સરપંચ અને 4463 વોર્ડના સભ્યોને ચૂંટશે
  • ​​​​​​​સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન : જિલ્લાની 107 ગ્રા.પં.ની ચૂંટણીમાં 2.83 લાખ મતદારો મતદાન કરશે

ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાનાર છે. જેમાં 1196 ગામોના સરપંચ માટે 4257 ઉમેદવારો, જ્યારે 4463 વોર્ડ બેઠક માટે 10953 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ માટે 28,57,516 મતદારો મતદાન કરી તેમના ગામના સરપંચ અને સભ્યોને ચૂંટશે. જેમાં 14,73,570 પુરૂષ અને 13,83,946 સ્ત્રી મતદારો મતદાન કરશે.

કુલ 5329 મતદાન મથકો પૈકી 538 મથકો સંવેદનશીલ તેમજ 237 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે, જ્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. મતદાન પ્રક્રિયામાં 21,513 પોલીંગ સ્ટાફ અને 6051 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. કોરોના મહામારીને ધ્યાને લઇ હેન્ડ સેનેટાઇઝેશન અને ફરજિયાત માસ્કનો અમલ કરવામાં આવશે.

જિલ્લાની 107 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. જેમાં 104 ગામના સરપંચ માટે 315 ઉમેદવારો, જ્યારે 362 વોર્ડ બેઠક માટે 844 ઉમેદવારો મેદાનમાં છે. 148453 પુરૂષ અને 137917 સ્ત્રી મતદારો મળી કુલ 2,86,371 મતદારો મતદાનમાં ભાગ લેશે. આ પહેલાં શનિવારે પોલિંગ સ્ટાફે મતદાન મથકનો હવાલો સંભાળી લીધો હતો. જિલ્લાના 376 મતદાન મથકો પૈકી 207 મથકોની સંવેદનશીલતા અને 21 મથકોની અતિ સંદેવદનાશીલતાને ધ્યાને રાખી 1600 જેટલા પોલીસ સ્ટાફને ફરજ સોંપાઇ છે.

10 તાલુકામાં મતદારોની સ્થિતિ
તાલુકોપુરુષસ્ત્રીકુલ
ખેરાલુ15421,4232965
વડનગર85337,95216485
સતલાસણા106619,88120542
વિસનગર1800716,67634683
વિજાપુર3189329,76261655
કડી2222620,51542741
બહુચરાજી106229,98820610
જોટાણા91068,54417650
મહેસાણા2305021,21644267
ઊંઝા128131,96024773
કુલ148453137,917286371

મતદારો માટે સેનેટાઇઝરની સુવિધા
કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લાના 376 મતદાન મથકો પર વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા 2085 પોલિંગ સ્ટાફને નિયુક્ત કર્યો છે. તેમજ મતદારો માટે સેનેટાઇઝર અને માસ્કની સુવિધા કરાઇ છે. આરોગ્ય વિભાગને ટીમોને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચન કરાયું છે.

જામ થઇ ગયેલી મતદાન પેટી 3 વખત બદલી ત્યારે "થા' પડ્યો
​​​​​​​મહેસાણા તાલુકાના ગામડાઓના મતદાન મથક માટે બેલેટ પેપર, મતદાન પેટી સહિતની સામગ્રીનું વિતરણ શનિવારે શહેરના સુખાપુરા સ્થિત જિલ્લા સંઘના હોલમાંથી કરાઇ હતી. જ્યાં પોલિંગ સ્ટાફને મળેલી મતદાન પેટી તપાસતાં તે ખુલતી ન હતી. એક પછી એક 3 પેટી બદલવી પડી હતી. છેલ્લા 5 વર્ષથી ઉપયોગમાં ન લેવાયેલી પેટીઓના ઢાંકણા જામ થઇ ગયા હતા.

ઉત્તર ગુજરાત ચૂંટણી : ઉમેદવાર,મતદાન મથકો, મતદારોની વિગત

જિલ્લોમહેસાણાપાટણબનાસકાંઠાસાબરકાંઠાઅરવલ્લીકુલ
ચૂંટણી જાહેર1622025882512291387
સમરસ બની422260237154
ચૂંટણી યોજાશે1071575282282221242
સરપંચ બેઠક1041525222281901196
સરપંચ ઉમેદવાર31546318778737294257
વોર્ડ બેઠક36242219628828354463
વોર્ડ ઉમેદવાર84496845622298228110953
કુલ મતદાન મથક37641732985996395329
સંવેદનશીલ207960171160538
અતિ સંવેદન2140116100237
પુરુષ મતદારો148453176,3576918472294872274261473570
સ્ત્રી મતદારો137917161,7766493552172392176591383946
કુલ મતદારો286371338,13313412024467324450822857516
પોલીંગ સ્ટાફ20852,27798653407387921513
પોલીસ બંદોબસ્ત16001,2721800149811536051

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...