ખગોળિય ઘટના:આજે ઉ.ગુ.માં પાલનપુરમાં સૌથી લાંબી રાત અને મોડાસામાં સૌથી લાંબો દિવસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને લાંબી રાત રહેશે
  • પાલનપુરની રાત અને મોડાસાનો દિવસ 2 મિનિટ 15 સેકન્ડ લાંબો રહેશે

21 ડિસેમ્બરની આસપાસ ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતાં હોઇ આ દિવસ વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને લાંબી રાત રહેતી હોય છે. ઉત્તર ગુજરાતમાં આજે સવારે 7.14 કલાકે સૂર્યોદય, જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે 5.59 કલાકે થશે. એટલે કે, આજે દિવસ 10 કલાક 45 મિનિટનો અને રાત 13 કલાક 55 મિનિટની રહેશે.

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરમાં દિવસ અને રાતના કલાકોની સ્થિતિ જોઇએ તો, સૌથી ટૂંકો દિવસ અને લાંબી રાત પાલનપુર શહેરની રહેશે. પાલનપુર શહેરમાં દિવસ 10 કલાક 39 મિનિટ અને 16 સેંકન્ડનો રહેશે. જ્યારે 2 મિનિટ 15 સેંકન્ડ સાથે મોડાસામાં સૌથી લાંબો દિવસ રહેશે. મોડાસામાં 10 કલાક 41 મિનિટ 31 સેંકન્ડનો દિવસ રહેશે. બીજી બાજુ મહેસાણામાં 10 કલાક 40 મિનિટ 56 સેંકન્ડનો દિવસ રહેશે. પાટણમાં 10 કલાક 39 મિનિટ અને 55 સેંકન્ડનો દિવસ રહેશે. જ્યારે હિંમતનગરમાં 10 કલાક 40 મિનિટ અને 58 સેંકન્ડનો દિવસ રહેશે. ખગોળિય ઘટનાનો રોમાંચ આજે માણવા મળશે.

સૂર્યોદય-સૂર્યાસ્તની સ્થિતિ

શહેરસૂર્યોદયમધ્યાહનસૂર્યાસ્ત
મહેસાણા7.1812.385.58
પાટણ7.1912.395.59
પાલનપુર7.1712.375.56
હિંમતનગર7.1512.365.56
મોડાસા7.1412.345.55
અન્ય સમાચારો પણ છે...