શાળામાં કોલાહલ ગૂંજશે:કોરોનાના 20 મહિના બાદ આજે નાના બાળકો શાળાએ જશે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ધો- 1 થી5ના 117449 બાળકો માટે શાળા ખુલશે, શાળામાં બાળકોની હાજરી ફરજિયાત નથી,ઓફલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે
  • ​​​​​​​દિવાળી વેકેશન બાદ ધો. 6 થી 12ના 1.99 લાખ વિદ્યાર્થીઓનો પણ સોમવારથી શાળામાં કોલાહલ ગૂંજશે

મહેસાણા શહેર સહિત જિલ્લામાં સરકારી,ખાનગી 1383 થી વધુ શાળાઓ દિવાળીના વેકેશન પછી સોમવારથી વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય સાથે શરૂ થશે.તેની સાથે કોરોનાના 20 મહિના બાદ પ્રથમવાર શાળાનું પગથીયુ ચઢતા ધોરણ 1 થી 5ના બાળકો માટે પણ શાળાઓ ચાલુ થશે.જો કે વાલી સમંતિ ફરજીયાત રાખવામાં આવી છે.આ સાથે શાળામાં બાળકોની હાજરી ફરજીયાત રાખવામાં આવી નથી,ઓફલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. શાળાઓએ સનેટાઇઝેશન, સફાઇ વગેરેની વ્યવસ્થા કોવિડ એસઓપી મુજબ કરવાની રહેશે તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ કહ્યુ હતું.

કોરોનાના કારણે બંધ ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાઓના 1.17 લાખ બાળકોનું 20 મહિના બાદ શાળાઓમાં પગરણ થશે.આ સાથે જ 21 દિવસના દિવાળી વેકેશન બાદ ફરી ધોરણ 6 થી 8ની પ્રાથમિક 1020 શાળાઓ અને માધ્યમિક તેમજ ઉ.મા.ના ધોરણ 9 થી 12ની 363 શાળાઓના વિદ્યાર્થીઓનું સોમવારથી વર્ગખંડોમાં આગળના સત્રનું શિક્ષણકાર્ય આરંભાશે.ં પ્રાથમિકથી માંડીને ઉ.મા સુધીની શાળામાં કુલ 316966 વિદ્યાર્થીઓ માટે આજથી અભ્યાસક્રમના પાઠમાં લાગશે.

બાળકો ફરી વર્ગખંડમાં :મોબાઇલ,હોમ લર્નિગ, શેરી શિક્ષણ વર્ગખંડમાં ફેરવાશે
છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ધોરણ 1 થી 5ના નાના બાળકોનું શિક્ષણ મોબાઇલ એપ્લીકેશન, હોમ લર્નિગ અને શેરીએ શેરીએ બાળકોને શિક્ષકો ભણાવતા હતા.હવે આ કાર્યપધ્ધતિમાં ધીરેધીરે બદલાવ આવશે અને બાળકો ફરી શાળાના વર્ગમાં પગરણ કરતાં થશે.જોકે શિક્ષણ માટે બાળકોના હાથમાં આવેલ મોબાઇલથી ભણતરની પડેલી ટેવ દૂર કરવા વાલીઓની મથામણો શરૂ થશે.

ધો-9 થી 12ની 363 શાળામાં કુલ વિદ્યાર્થીઓ
ધોરણવિદ્યાર્થીઓ
931,340
1031,400
11 સા.પ્ર21,057
11 વિ.પ્ર4,639
12 સા.પ્ર13,451
12 વિ.પ્ર3,746
કુલ105,633
જિલ્લામાં ધો 1 થી 5માં વિદ્યાર્થી સંખ્યા
તાલુકોશાળાઓવિદ્યાર્થીવિદ્યાર્થીની
મહેસાણા15711,97210980
કડી1359,9799368
વિજાપુર1297,0306486
વિસનગર1076,9146236
વડનગર995,6675504
ખેરાલુ985,2254721
સતલાસણા814,0523640
બહુચરાજી753,8123539
ઊંઝા593,7853479
જોટાણા462,5972463
કુલ98661,03356416

ધો 6 થી 8માં 93884 વિદ્યાર્થીઓ

શાળાશાળાઓ ધોરણ-6ધોરણ-7ધોરણ-8કુલ
સરકારી77723,380229202003866338
ખાનગી1937,1207010678520915
ગ્રાન્ટેડ461,780213219415853
આશ્રમ10128137104369
સેન્ટ્રલ287164158409
કુલ102832,495323632902693884

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...