મહેસાણા શહેરમાં માનવ આશ્રમ નજીક આવેલી ડિસેન્ટ હોટેલ પાસેના અયોધ્યા ફીડરમાં જરૂરી વીજ સમારકામ કરવામાં આવનાર હોઇ 20થી વધુ સોસાયટીઓમાં સવારે 7.30 થી બપોર 2.30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
વિસ્તારની સર્જન બંગ્લોઝ, ગોલ્ડન વિલા, લાભનગર, જયંતપાર્ક, દેનાલક્ષ્મી, રાધેશ્યામ સોસાયટી, ગોલ્ડન બંગ્લોઝ, સિલ્વર એપાર્ટમેન્ટ, ગોલ્ડન રેસીડેન્સી, ઉમા વિલા, જય અંબે કોમ્પ્લેક્સ- એપાર્ટમેન્ટ, શ્રીરંગ એપાર્ટમેન્ટ, શ્રીરંગ ટાઉનશીપ, પાટીદાર પ્લાઝા, ગોકુલધામ રેસીડેન્સી, સાનિધ્ય બંગલોઝ, અયોધ્યાનગર સોસાયટી, દેલા વસાહત તેમજ ઉચરપી રોડ પર આવેલી સંજયનગર, શ્રીજીશરણ ફ્લેટ, ગુડલક- 516 એપાર્ટમેન્ટ, ગજાનંદ, શિવમ સોસાયટી, વિસતવિલા સોસાયટી વગેરે વિસ્તારમાં કુલ 1500 જેટલા ઘરમાં વીજ પુરવઠો બંધ રહેશે. જે સમારકામ પૂર્ણ થયે કોઈપણ જાણ કર્યા વગર શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.