રક્ષા કવચ:જિલ્લામાં આજે 226 શાળાનાં 30 હજાર વિદ્યાર્થીઓને "કોરોનારૂપી' કવચ અપાશે

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 9 થી 12 માં ભણતા 15 થી 18 વર્ષના છાત્રોને શાળામાં આજથી રસી અપાશે
  • 15 થી 18 વયના તમામ વિદ્યાર્થીઓને આગામી તા. 7 સુધીમાં રસી આપવાનું આયોજન

જિલ્લામાં હવે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો.9 થી 12ના 15 થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં જ સોમવારથી કોરોના સામે રક્ષાકવચ કોવેક્સિનેશન આપવાનો પ્રારંભ કરાશે. પ્રથમ દિવસે 226 શાળાના 30 હજાર વિદ્યાર્થીઓને રસી આપવાનું આરોગ્ય તંત્રનું આયોજન છે. જેના ભાગરૂપે રવિવારે વીડિયો કોન્ફરન્સથી જિલ્લા આરોગ્ય અધિકારી અને શિક્ષણાધિકારી દ્વારા શાળાઓના આચાર્યોને માર્ગદર્શન આપીને વ્યવસ્થા તૈયારીને આખરી ઓપ અપાયો હતો.

કોવિડની વેબસાઇટમાં જે તે સેશનસાઇટમાં ઓનલાઇન આધાર કાર્ડ ડેટા મુજબ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ રવિવારે કરાવી દીધા હતા. જેમાં જે.એમ.સાર્વજનિક વિદ્યાલય સેશન સાઇટમાં સોમવારે વેક્સિન માટે રવિવારે બપોર સુધીમાં રજિસ્ટ્રેશન ફૂલ થયું હતું. જોકે, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. વિષ્ણુભાઇ પટેલે કહ્યું કે, દરેક શાળાના 15 થી 18 વયના તમામ વિદ્યાર્થીઓને તા. 7 સુધીમાં વેક્સિન આપવાનું આયોજન છે. જેમાં વિદ્યાર્થીઓનું એડવાન્સ રજિસ્ટ્રેશન આવશ્યક નથી, શાળા કક્ષાએ કેમ્પમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં આવરી લેવાશે.

તાલુકાદીઠ રસીકરણ હેઠળના છાત્રોની સંખ્યા

તાલુકોસેશનસાઇટછાત્રો
બહુચરાજી121105
જોટાણા111475
કડી323802
ખેરાલુ182371
મહેસાણા496365
સતલાસણા81416
ઊંઝા222186
વડનગર242821
વિજાપુર282787
વિસનગર225747

છાત્રોને આ મેસેજ કરાયાં

  • ભૂખ્યા પેટે વેક્સિન લેવા ન આવવું
  • હળવું પણ જમીને શાળાએ આવવું
  • કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું
અન્ય સમાચારો પણ છે...