ભાસ્કર ઇમ્પેક્ટ:અંધારું દૂર કરવા પાલિકાએ પશાભાઇ પેટ્રોલપંપથી વિકાસનગર પાટિયા સુધી 5 સ્થળે હેલોજન લગાવી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે પંપથી મોઢેરા ચોકડી, શિલ્પા ગેરેજ થઇ રાધનપુર ચોકડી સુધીના સર્વિસ રોડ સાઇડે હેલોજન લગાવો

મહેસાણા મોઢેરા અંડરપાસની કામગીરીમાં આખાયે હાઇવેની સ્ટ્રીટલાઇટો કાઢી નખાયા પછી છવાયેલા અંધારપટથી વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે નગરપાલિકા દ્વારા મંગળવારે વૈકલ્પિક હાથ ધરાઇ હતી. જેમાં પ્રથમ તબક્કે પશાભાઇ પેટ્રોલપંપથી વિકાસનગર પાટિયા સુધી સર્વિસ રોડ ઉપર 5 જગ્યાએ બે-બે હેલોજન લગાવાયાં છે.

નગરપાલિકાની સ્ટ્રીટલાઇટ ટીમ દ્વારા મંગળવારે હાઇવે પર પશાભાઇ પેટ્રોલપંપ થી વિકાસનગર પાટિયા સુધીમાં એક સાઇડના સર્વિસ રોડ પર બજાજ શો રૂમની સામે, વિકાસનગર પાટિયા, કેશવ પાર્ટીપ્લોટ, પુનિતનગરના નાકે તેમજ ભારત પેટ્રોલ પંપની સામે બે-બે મળી કુલ 10 હેલોજન લગાવાયાં હતાં. પાલિકાએ સર્વિસ રોડ પર અંધારું દૂર કરવા હેલોજન લગાવવા શરૂ કર્યા છે, ત્યારે હવે પશાભાઇ પંપથી મોઢેરા ચોકડી, શિલ્પા ગેરેજ થઇ રાધનપુર ચોકડી સુધીના સર્વિસ રોડ સાઇડે પણ વ્યવસ્થા કરવા માંગ છે. વેરો ભરતાં શહેરીજનોને અઠવાડિયા પછી પણ રાત્રે અંધારામાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...