તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • To Hide Her Guilt, The Young Woman Conspired With Her Mother And Grandmother, Delivered The Baby In The Bushes And Threw It Away.

બાળકીને ત્યજી દેવાનો મામલો:પોતાનું પાપ છુપાવવા યુવતીએ માતા અને દાદી સાથે કારસ્તાન રચ્યું, ઝાડીઓમાં જ ડિલિવરી કરાવી બાળકીને ફેંકી દીધી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકી ને ત્યજી દેનાર આરોપીઓ - Divya Bhaskar
બાળકી ને ત્યજી દેનાર આરોપીઓ
  • પોલીસે બાળકીને તરછોડી દેવાના મામલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી
  • પોલીસે CCTVના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો

મહેસાણા શહેર માં નૂગર બાયપાસ પાસેથી બે દિવસ પહેલા તાજી જન્મેલી બાળકી રોડ ની સાઈડ માંથી ફેકીદેવાયેલી હાલત માં મળી આવી હતી. આ મામલે બાળકી સાથે આવું કૃત્ય કરનાર ચાર જેટલા આરોપી ને મહેસાણા તાલુકા પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડી પ્રશનીય કામગીરી કરી હતી.

મહેસાણા શહેર માં બે દિવસ અગાઉ વહેલી સવારે નૂગર બાયપાસ પાસે આવેલ ગોગા મહારાજ ના મંદિર પાસે એક તાજી જન્મેલી બાળકી મળી આવી હતી જોકે સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસ ને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે બાળકી ને સારવાર અર્થે મહેસાણા સિવિલ માં ખસેડી હતી અને આવું કૃત્ય કરનાર માતા સામે ગુનો દાખલ કરી તપાસ નો દોર શરૂ કર્યો હતો. સમગ્ર ઘટના માં પોલીસે cctv ની મદદ થી ચાર જેટલા આરોપીઓ ને ઝડપી લીધા હતા જેમાં એક પુરુષ અને ત્રણ મહિલા નો સમાવેશ થાય છે.

પોલીસે ગણતરીના કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી ચારને ઝડપ્યાબાળકી ને ફેંકી દેનારી માતા સામે તાલુકા પોલીસ માં ગુનો દાખલ થયા બાદ પોલીસે આરોપી ને ઝડપવા તપાસ નો દોર શરૂ કર્યો હતો. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ બી.વાઘેલા એ જણાવ્યું કે, આરોપીને ઝડપવા પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ કરી હતી એ દરમિયાન રોડની સાઈડમાં આવેલ હોટેલના 30 થી 32 જેટલા સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા જેમાં એક શંકાસ્પદ રીક્ષા નજરે પડતા કમાન્ડ કન્ટ્રોલ ની મદદ થી રીક્ષા ચાલકનું નામ મેળવી તપાસ શરૂ કરી હતી.

પોલીસે રીક્ષા ચાલક ઠાકોર વિજયજી જીવણજી ના ઘરે કનોડા ગામમાં પહોંચી પૂછતાછ કરતા રીક્ષા ચાલકે સમગ્ર મામલે પોલીસ જણાવેલ કે 25 ઓગસ્ટના વહેલી સવારે મહોલ્લા ની જ ત્રણ મહિલા ભાડે રીક્ષા કરી યુવતી ને લઈને દવાખાને જવા નીકળેલા. જોકે રસ્તા માં કપડાં બદલવાનું કહેતા રીક્ષા નૂગર બાયપાસ પાસે રોકાવી આ ત્રણ મહિલા રોડ ની સાઈડ માં આવેલી જાળીઓ માં કપડાં બદલવાના બહાને જઈને યુવતી ની ડિલિવરી ત્યાં જ કરાવ્યા બાદ બાળકી ને પણ ત્યાં ફેંકી રીક્ષા પરત લઈને પાંચ કનોડા આવી પહોંચ્યા હતા.

સમગ્ર ઘટના માં કનોડા ગામની કુંવારી યુવતી પ્રેમ સબંધમાં માતા બનતા યુવતીની માતા અને દાદી યુવતીને લઈને વહેલી સવારે દવાખાને જવા નીકળ્યા હતા ત્યારબાદ નૂગર પાસે આવતા કપડાં બદલવાનું કહી રીક્ષા રોકાવી રોડની સાઈડમાં આવેલી જાળીઓ માં જઈને યુવતી ની પ્રસુતિ કરાવ્યા બાદ માસૂમ બાળકી ને ત્યાંજ ફેંકી પાંચ પોતાના ગામ પરત આવ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં મહેસાણા તાલુકા પોલીસે બાળકીની માતા હેતલ દોલજી ઠાકોર, જાસી બેન દોલજી ઠાકોર યુવતી ની માતા અને યુવતી ની દાદી કલી બેન રામજી ઠાકોર અને મદદ કરનાર રીક્ષા ચાલક વિજય જી જીવણ જી ઠાકોર સામે મહેસાણા તાલુકા પોલીસે આઈ પી સી કલમ 317 ,114 મુજબ ચાર ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...