• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Tight Police Presence, 1700 Police Personnel, 65 PSIs And 14 PIs Will Be Deployed In The Gram Panchayat Elections In The District.

ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્ત:જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 1700 પોલીસ કર્મી, 65 પીએસઆઇ અને 14 પીઆઇ રહેશે તૈનાત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના સંદર્ભમાં 900 પરવાનેદારોના હથિયાર જમા કરાયા
  • 382 મથકોમાંથી 207 સંવેદનશીલ અને 21 અતિસંવેદનશીલ જાહેર કરાયા
  • 2700થી વધુ અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા

મહેસાણા જિલ્લામાં આજે શુક્રવારથી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી દરમિયાન જિલ્લામાં 1700થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. જેના પર 65 પીએસઆઇ, 14 પીઆઇ અને 4 ડીવાયએસપી નજર રાખશે.

જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં 382 મતદાન મથકોમાંથી 207 સંવેદનશીલ અને 21 અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં અતિ સંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આવતીકાલે શનિવારે તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જશે.

જિલ્લામાં ગ્રામપંચાયત ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં મહેસાણા જિલ્લામાં કુલ 900 પરવાનેદારે હથિયાર જમા કરાવ્યા હતા.

ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાના આદેશના પગલે અત્યાર સુધીમાં 2700થી વધુ અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 382 મતદાન મથકો પરથી આગામી 19 ડિસેમ્બરના રોજ મતદાન થશે.

અન્ય સમાચારો પણ છે...