તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે નિયમો નેવે મૂક્યા:કાર્યાલયના પટાવાળાની પત્ની, શહેર ઉપપ્રમુખ અને મહામંત્રીની પત્નીઓને ટિકિટની લ્હાણી

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહેસાણા નગરપાલિકામાં ભાજપેે તમામ 44 ઉમેદવારો જાહેર કર્યા 8 કોર્પોરેટરોે રિપિટ,1 કોંગીને ટિકિટ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સગા અને હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાની જાહેરાત માત્ર કાગળ ઉપર હોવાનું મહેસાણા નગરપાલિકાની જાહેર થયેલી યાદી જોતાં લાગી રહ્યું છે. જેમાં ભાજપ કાર્યાલય કમલમના પટાવાળા રમેશભાઇ ભીલનાં પત્ની આશાબેન ભીલને, શહેર ઉપપ્રમુખ મફતલાલ પટેલનાં પત્ની કૈલાશબેન પટેલને તેમજ શહેર મહામંત્રી મુકુંદ પટેલ કે જે બે ટર્મ જીતી ચૂક્યા છે તેમનાં પત્ની વર્ષાબેન પટેલને પણ ટિકિટની લ્હાણી કરાઇ છે. તો પાલિકા પ્રમુખ નવિન પરમાર તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ પ્રમુખ પુરીબેન પટેલને ટિકિટ નથી આપી. ઉલ્લેખનીય છે કે, 2015માં 44 પૈકી 15 બેઠકો પર ભાજપ અને 29 બેઠકો પર કોંગ્રેસ જીત્યો હતો.

ચૂંટાયેલા 15 કોર્પોરેટરો પૈકી ભાજપે માત્ર 8ને રિપિટ કર્યા છે, તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટર સંજય બ્રહ્મભટ્ટને ટિકિટ અપાઇ છે.મહેસાણા શહેર મહામંત્રી જનક બ્રહ્મભટ્ટ કે જેમના પિતા બે ટર્મ ભાજપમાં જીતી પાલિકા પ્રમુખ બની ચૂક્યા છે, તેમના ભાઇ ઉદય બ્રહ્મભટ્ટ એક ટર્મ જીતેલા છે અને ખુદ જનક બ્રહ્મભટ્ટને ભાજપે ત્રીજી વખત રિપિટ કર્યા છે. બળદેવજી ઠાકોર ભાજપમાંથી નગર પાલિકામાં 3 વખત અને કોંગ્રેસમાંથી 1 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે ભાજપે તેમના પત્નીને આ ચૂંટણીમાં રિપિટ કરવાનો નિર્ણય લીધો છે અને પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઇ વ્યાસને પણ પક્ષે તેમના વોર્ડમાં રિપિટ કર્યા છે.

તો જિલ્લા ભાજપ કાર્યાલયમાં લાંબા સમયથી પટાવાળા તરીકે કામ કરતા રમેશભાઇ ભીલનાં પત્ની આશાબેનને વોર્ડ-10માંથી ટિકિટ ફાળવાઇ છે. નોંધનીય છે કે, આશાબેન ગ્રેજ્યુએટ છે અને સ્થાનિક રીતે સમાજમાં તેમનું વર્ચસ્વ છે. જોકે, જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલે ટિકિટ ફાળવણીમાં સગા કે પરિવારવાદ ચલાવ્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.નો રિપિટ થિયરી માત્ર નામનીયુવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાતો કરનાર ભાજપને સત્તા હાંસલ કરવા ગત ટર્મમાં જીતેલા 15માંથી 9 કોર્પોરેટરોને રિપિટ કરવાનો વારો આવ્યો છે.

જ્યારે 3 નગર સેવકોએ તો ટિકિટ લેવાનો જ નનૈયો ભણ્યો હતો અને ટિકિટ માગ્યા બાદ નિશાબેન બારોટ, વિષ્ણુ પટેલ અને પૂર્વ પ્રમુખ નવિન પરમાર કપાયા છે. વિષ્ણુ પટેલે કહ્યું કે, બિન અનુભવી ઉમેદવાર નીતાબેન કે જેમને બાયોડેટા આપ્યો નથી અને પક્ષના પ્રાથમિક સભ્ય કે પેજ કમિટી બનાવી નથી તેમને ટિકિટ આપી છે.

મહેસાણા નગરપાલિકા ભાજપના 44 ઉમેદવારો

​​​​​​​વોર્ડ નંબર-1
સુશીલાબેન વિશાલસિંહ ઠાકોર
કોકીલાબેન પંકજભાઇ પટેલ
મુકેશભાઇ અરવિંદભાઇ સોલંકી
ર્ડા.મિહિરભાઇ એન.પટેલ

વોર્ડ નંબર-2
સુશીલાબેન કેશવભાઇ પરમાર
હસુમતીબેન સુરેશભાઇ ચૌહાણ
ભવાનીસિંહ રમેશચંદ્ર પ્રિન્સ
પીન્કેશભાઇ રામજીભાઇ ચૌધરી

​​​​​​​વોર્ડ નંબર-3 કોકીલાબેન નિરંજનભાઇ ચાવડા વનીતાબેન મયુરકુમાર પટેલ દીપકભાઇ પ્રહલાદભાઇ પટેલ દીપકભાઇ રણછોડભાઇ ચૌધરી

​​​​​​​વોર્ડ નંબર-4
પ્રેમીલાબેન રશ્મીકાંત સોજલીયા
રાજબા બળદેવસિંહ વાઘેલા
સંજયભાઇ પ્રવિણચંદ્ર બ્રહ્મભટ્ટ
કમલેશભાઇ લાભશંકર જાની

વોર્ડ નંબર-5
શીતલબેન ચંદનસિંહ રાઠોડ
અશ્મીતાબેન અલ્પેશ પટેલ
રાકેશભાઇ ભોળાભાઇ પટેલ
પ્રહલાદભાઇ જેસંગભાઇ પટેલ

વોર્ડ નંબર-6
રંજનબેન વિષ્ણુભાઇ પ્રજાપતિ
વર્ષાબેન મુકુંદભાઇ પટેલ
કિર્તીભાઇ શંકરલાલ પટેલ
રમેશભાઇ નરસિંહભાઇ પટેલ

વોર્ડ નંબર-7
મિત્તલબેન હર્ષદભાઇ પ્રજાપતિ
આશાબેન રાજકુમાર પટેલ
રાજેશ પરસોત્તમભાઇ પટેલ
અશોકભાઇ દ્વારકાદાસ પટેલ

વોર્ડ નંબર-8
મધુબેન યોગેન્દ્રભાઇ ગોસ્વામી
નીતાબેન દશરથભાઇ પટેલ
વિનોદ શિવરામદાસ પ્રજાપતિ
કાનજીભાઇ જુગાભાઇ દેસાઇ

​​​​​​​વોર્ડ નંબર-9 સોનિયાબેન વિમલભાઇ શાહ કૈલાશબેન મફતલાલ પટેલ જનકભાઇ ગોવિંદભાઇ બ્રહ્મભટ્ટ કૌશિકભાઇ હિરાલાલ વ્યાસ

વોર્ડ નંબર-10
આશાબેન રમેશચંદ્ર ભીલ
કપીલાબેન કિરણસિ઼હ ઠાકોર
ઋષિરાજ વીરચંદભાઇ પરમાર
સલીમભાઇ નુરમહમંદ વ્હોરા

​​​​​​​વોર્ડ નંબર-11
ભારતીબેન પંકજભાઇ ઠાકોર
સેજલબેન રાજીવભાઇ પટેલ
દેવેશભાઇ અશોકભાઇ પટેલ
કનુભાઇ માધવલાલ પટેલ

વોર્ડ-4માં જનક બારોટનું બહુમતી નામ નક્કી કરવા છતાં સંજય બ્રહ્મભટ્ટને ટિકિટ ફાળવતાં રોષે ભરાયેલા વિષ્ણુ બારોટે અપક્ષોને લડાવવાની જાહેરાત કરી હતી.

આયાતીને ટિકિટ સામે યુવા મોરચો મેદાનમાં
​​​​​​​કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સંજય ઉર્ફે બંકો બ્રહ્મભટ્ટને, જ્યારે 60 વર્ષની વયમર્યાદામાં કપાયેલા રમેશ પટેલ (ભૂરી)ના પુત્રવધૂ સેજલ રાજીવભાઇ પટેલને ટિકિટ આપતાં રોષે ભરાયેલા મહેસાણા શહેર યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ અને પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઇ વ્યાસને મળી પાટીદાર આંદોલન સમયે ભૂમિકા યાદ કરાવી યુવા મોરચામાંથી એકપણ ઉમેદવાર યોગ્ય ન લાગ્યો તેવો સામો સવાલ કર્યો હતો.

કોંગ્રેસમાંથી બે વખત હાર્યા, ભાજપે ટિકિટ આપી દીધી
​​​​​​​કોંગ્રેસમાંથી વર્ષ 2005 અને 2010માં ચૂંટણી હારેલા રમેશભાઇ નરસિંહભાઇ પટેલ વર્ષ 2015માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. તેમને પ્રથમ વખત ભાજપમાં ટિકિટ માગી અને મળી જતાં પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો