મહેસાણામાં ભાજપે 7માંથી 6 મૂરતિયા જાહેર કર્યા:નીતિન પટેલની જગ્યાએ મુકેશ પટેલને ટિકિટ, બેચરાજીથી રજની પટેલનું પત્તું કપાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારની પ્રથમ યાદી સત્તાવાર જાહેર કરી દીધી છે. જેમાં મહેસાણા જિલ્લાની વિધાનસભા સીટો પર 7 પૈકી 6 સીટોના ઉમેદવારના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જગ્યા પર ભાજપના મુકેશ પટેલને ટિકિટ આપતા મહેસાણા કમલમમાં કાર્યકરોએ મીઠાઈઓ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી.

મહેસાણા સીટ પર નીતિન પટેલના સ્થાને મુકેશ પટેલને ટિકિટ
મહત્વનું છે કે રાજનીતિમાં લાંબી રેસમાં અને પ્રથમ હરોળમાં રહેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસાણાના ધારાસભ્ય રહેલા " કાકા" ના શબ્દોથી ઓળખાતા નીતિન પટેલ ચૂંટણી નહિ લડતા નાના કાર્યકરોને ભાજપે ચાન્સ આપતા ખુશીની લહેર છવાઈ છે. ત્યારે મહેસાણાના અગાઉ કોર્પોરેટ રહી ચૂકેલા પટેલ મુકેશભાઈને ભાજપે ટિકિટ આપતા મહેસાણા કમલમ ખાતે કાર્યકરો ઉમટી પડ્યા હતા. પંરતુ, મળતી માહિતી પ્રમાણે મહેસાણા વિધાનસભા સીટ પર પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલને ટિકિટ ન મળતા ક્યાંકને ક્યાંક દુઃખની લાગણી પણ કાર્યકરોમાં જોવા મળી રહી છે.

વિસનગર વિધાનસભા સીટ પર ઋષિકેશ પટેલ રિપિટ
મહેસાણા જિલ્લા માટે મહત્વની બેઠક ગણાતી વિસનગર વિધાનસભા સીટ જાળવી રાખવા માટે હાલના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને ફરી એકવાર ભાજપે વિસનગરથી ચૂંટણી લડવા ટિકિટ આપતા વિસનગરના કાર્યકરોમાં ફરી એકવાર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે ઋષિકેશ સિવાય અન્ય મોટા નામો પણ વિસનગર વિધાનસભા માટે ચર્ચામાં હતા પરંતુ ભાજપે ફરીએકવાર ઋષિકેશ પટેલને ચાન્સ આપ્યો છે.ઋષિકેશ પટેલ ગુજરાતના આરોગ્યમંત્રી હતા

બેચરાજીથી રજની પટેલના બદલે સુખાજી ઠાકોરને ટિકિટ અપાઈ​​​​​​
પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને પાટીદાર અનામત આંદોલ દરમિયાન 2017માં પાટીદાર ફેક્ટર વધુ નડતા તેઓની કારમી હાર થઈ હતી.બાદમાં થોડા માસથી રજની પટેલ બેચરાજી વિધાનસભા પર ફરી સક્રિય થતા ગામડાઓ ખુંદતા જોવા મળ્યા હતા અને ચૂંટણી લડવા માટે તેઓએ બેચરાજીથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપે તો બેચરાજી બેઠક પર અન્ય જ નામ વિચારી રાખ્યું હતું ત્યારે રજની પટેલને ટિકિટ આપવાને બદલે હવે ઠાકોર સમાજ માંથી આવતા સુખાજીને ભાજપે બેચરાજી વિધાનસભાથી ટિકિટ આપી છે. ત્યારે હવે બેચરાજીમાં પણ ઠાકોર- ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કારણ કે હાલમાં બેચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય પણ ઠાકોર સમાજથી આવે છે. ત્યારે ભાજપે પણ તેઓની સામે ઠાકોર સમાજના જ ચહેરાને મેદાને ઉતારતા આગામી ચૂંટણી રસપ્રદ બનશે.

ઊંઝામાં કિરીટ પટલેને ભાજપે ટિકિટ આપી
મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા માટે નવો જ ચહેરો ભાજપે આ વખતે મેદાને ઉતાર્યો છે જેમાં આર એસ એસમાં સેવા આપી ચૂકેલા કિરીટ ભાઈ પટેલને ભાજપે ટીકીટ આપી છે.ત્યારે ઊંઝાના કાર્યકરો અને મોટા કદના દિગજ નેતાઓને પડતા મૂકી ભાજપે કિરીટ પટલેને ટીકીટ આપી છે

વિજાપુરથી રમણ પટેલ અને કડીથી કરશન સોલંકી રિપીટ કરાયા​​​​​​​
આગામી ચૂંટણી દરમિયાન મહેસાણા જિલ્લાની બે વિધાનસભા સીટ પર ઉમેદવાર રિપીટ કરાયા છે. જેમાં કડી વિધાનસભા સીટ પર કરશનભાઇ સોલંકી ને ફરી એકવાર ભાજપે ચૂંટણી લડવા મોકો આપ્યો છે. તેમજ વિજાપુરના પાટીદાર નેતા એવા રમણ પટેલને પણ વિજાપુરથી ટિકિટ લડવા વધુ એક મોકો મળતા સ્થાનિક કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...